તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 29th May 2026
હાંસલપુર નજીક હાઈવે પર અચાનક ભુંડ આવતા રીક્ષા પલટી જતા ચાલકને ઈજા
રીક્ષામાં પોતાના ઘરે બહુચરાજી જતાં રીક્ષા ચાલકને હાંસલપુર નજીક પેટ્રોલપંપ પાસે અકસ્માતનો સામનો કરવો પડયો

માંડલ તાલુકાના હાંસલપુર ગામ નજીક વહેલી સવારે એક અકસ્માતની ઘટના સામે આવી હતી. કંપનીમાંથી નાઈટ ડયુટી પુર્ણ કરીને રીક્ષામાં પોતાના ઘરે બહુચરાજી જતાં રીક્ષા ચાલકને હાંસલપુર નજીક પેટ્રોલપંપ પાસે અકસ્માતનો સામનો કરવો પડયો હતો. વહેલી સવારના અંદાજે 6 વાગ્યાના અરસમાં ફોરલેન હાઈવે ઉપર અચાનક ભુંડ આવી જતાં રીક્ષા પલટી મારી ગઈ હતી. રીક્ષા પલટી મારી જતાં ચાલકને ઈજાઓ પહોંચી હતી.
આ બનાવની જાણ આસપાસના લોકોને થતાં લોકો ઘટનાસ્થળે આવી પહોચ્યા અને રીક્ષાના ચાલકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે પશુનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
