તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 18th May 2026
દેડિયાપાડાના ડુમખલ ગામમાં ટ્રેક્ટર રિવર્સ મારતી વેળા પલટી ખાતા ચાલકનુ મોત
રીવર્સમાં હંકારી ખેતરના શેઢે આવેલ ભેખડવાળા ભાગેથી નીચે આશરે દશેક ફુટ જેટલા ઉંડા ખાડામાં પલ્ટી ગઈ

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ડુમખલ ગામમાં ટ્રેક્ટર રિવર્સ લેતી વખતે પલટી ખાઈ જતા ચાલકો દબાઈ જતા મોત થયું છે.
મળતી માહિતી અનુસાર અશ્વિનભાઈ ફતેસીંગભાઈ વસાવા (ઉં.વ.૨૭ )(રહે.ડુમખલ, ગેવાલી ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા )નાઓ ફતેસીંગભાઈ દશરીયાભાઈ વસાવા, રહે.ડુમખલ, ગેવાલી ફળીયુ ના ખેતરમા લેવલીંગનુ કામ કરતો હતો તે વખતે તેણે પોતાના કબ્જામાંનુ ટ્રેક્ટર નં. જીજે.૩૮. બીએ.૫૬૧૧ નુ ડ્રાઈવીંગ લાઈસન્સ વગર પુરઝડપે રીવર્સમાં હંકારી ખેતરના શેઢે આવેલ ભેખડવાળા ભાગેથી નીચે આશરે દશેક ફુટ જેટલા ઉંડા ખાડામાં પલ્ટી મરાવતા ટ્રેકટર ઉંધી હાલતમા પડી જતા તેઓ ટ્રેકટરની છત્રી નીચે દબાઇ જતા તેઓ પોતે પોતાના શરીરે ગંભીર ઇજાઓ પહોંચડી સ્થળ ઉપર મોત નિપજાવતા દેડિયાપાડા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
