News of Sunday, 3rd May 2026
કંજાલ ગામની સીમમાં ટ્રેક્ટર પલટી ખાતા ચાલકનું મોત :પોલીસને જાણ કર્યા વિના મરનારની અંતિમવિધિ કરતા ગુનો દાખલ
એક્સીડન્ટના બનાવ બાબતે પોલીસને જાણ ન કરી તેઓ અંદરો અંદર બેસી વાતચીત કરી નિકાલ કરી મરનારની લાશની અંતીમવિધી કરી નાખી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કંજાલ ગામની સીમમાં ટ્રેક્ટર પલટી ખાઈ જતા ટ્રેક્ટર ચાલકનું મોત થયા બાદ પોલીસમાં જાણ કર્યા વિના મરનારની અંતિમ વિધિ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી અનુસાર અ.હે.કો.વિનેશભાઇ રેન્જાભાઇ વસાવા બ.નં.૬૧૧ ( રહે.પોલીસ લાઇન, બ્લોક નં.૩ રૂમ નં.૨૮ દેડીયાપાડા તા.દેડીયાપાડા જી.નર્મદા) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ ટ્રેકટરના ડ્રાઇવર અરૂણભાઇ સુરેશભાઇ વસાવા (ઉ.વ. આ.૨૪ )(રહે.કંજાલ તા.દેડીયાપાડા જી.નર્મદા )નાઓ ગઈ તા.૦૫/૦૩/૨૦૨૬ ના રોજ સવારના આશરે સાડા દશ વાગ્યાના આસપાસ પોતાના કબ્જામાનુ ટ્રેક્ટર નંબર-GJ-22-A-4758 ને લઈ ખેડુત રામાભાઈ ભયલાલભાઈ વસાવા રહે.કંજાલ નાઓના ખેતરે તુવેર કાઢવા માટે લઈ જતો હતો તે વખતે કંજાલ ગામની સીમમાં કેલી કોતરવાળા રસ્તા ઉપર ટ્રેકટર પલ્ટી ખવડાવી દેતા ટ્રેક્ટર ડ્રાઇવર નીચે દબાઈ જતા પોતાના શરીરે છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર દરમ્યાન મોત થયું હતું. અને આ બનાવ જોતા પ્રથમ દ્રષ્ટીએ એક્સીડન્ટનો ગુનો બનેલ હોય તેમ છતા મરનારના પિતા સુરેશભાઇ તલસીભાઇ વસાવા તથા ટ્રેકટરના માલિક દિનેશભાઇ ફતેસિંગભાઇ વસાવા તથા ખેડુત રામાભાઇ ભયલાલભાઇ વસાવા ત્રણેય (રહે.કંજાલ તા.દેડીયાપાડા જી.નર્મદા) નાઓએ પોતે આ બનાવ બાબતેની માહિતી પોલીસને આપવા કાયદેસર રીતે બંધાયેલ હોય તેમ છતા આ એક્સીડન્ટના બનાવ બાબતે પોલીસને જાણ ન કરી તેઓ અંદરો અંદર બેસી વાતચીત કરી નિકાલ કરી મરનારની લાશની અંતીમવિધી કરી નાખી ગુનો છુપાવી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
