<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

દાભવણ અને પીપરવટી ગામ વચ્ચે રોડ પરના વાળાંકમાં બાઇક સ્લીપ ખવડાવનાર ચાલકનું મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના દાભવણ અને પીપરવટી ગામ વચ્ચે રોડ ઉપર વાળાંકમાં બાઇક સ્લીપ ખવડાવનાર ચાલકનું મોત થયું છે.

      આ અંગે મળતી માહિતી મુજબ મો.સા. નં. GJ-22-M-6749ના ચાલક-સાવનભાઈ તુકારામભાઇ વસાવા (ઉ.વ.૨૫)( રહે.મોટી બેડવાણ તા.ચિકદા જી-નર્મદા )નાઓએ તેના કબજામાંની હોન્ડા  મો.સા. નં.GJ-22-M-6749ની પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી દાભવણ અને પીપરવટી ગામ વચ્ચે આવેલ વળાંકમાં રોડ ઉપર વળાંકમાં સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી મો.સા.ને સ્લીપ ખવડાવી પોતાના શરીરે ગંભીર ગેબી ઇજાઓ પહોચાડી સારવાર દરમિયાન મોત નીપજાવી તથા મુકેશભાઇનાઓને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચાડી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(12:24 AM IST)