તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
અમદાવાદમાં DRIએ સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટનો કર્યો પર્દાફાશ: કરોડોના વ્યવહાર ખુલ્યા
અમદાવાદ અને સુરત એરપોર્ટ મારફતે દાણચોરી તેમજ વડોદરામાં ફેકટરીમાં સોનાને ઓગળાતું : DRIની ટીમે સતત 42 કલાક સુધી દરોડા અને તપાસની કાર્યવાહી કરીને 890 ગ્રામ સોનું જપ્ત કર્યું

અમદાવાદમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ દુબઈના ફાઇનાન્સર સાથે મળીને સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અમદાવાદ અને સુરત એરપોર્ટ મારફતે સોનાની દાણચોરી કરતા હતા. એરપોર્ટ પરથી લાવવામાં આવેલા સોનાને વડોદરામાં આવેલી ગેરકાયદે ફેક્ટરીમાં ઓગાળવામાં આવતું હતું અને ત્યારબાદ તેને અમદાવાદની જ્વેલરીની દુકાનોમાં સપ્લાય કરવામાં આવતું હોવાની વિગતો મળી છે. DRIની ટીમે સતત 42 કલાક સુધી દરોડા અને તપાસની કાર્યવાહી કરીને 890 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. આ ઉપરાંત, વડોદરાની ફેક્ટરીમાં અંદાજે રૂ. 6.41 કરોડનું સોનું ઓગાળવામાં આવ્યું હોવાના પુરાવા પણ મળ્યા છે. તપાસ દરમિયાન બિનહિસાબી સોનાના બિસ્કિટ મળી આવતાં સમગ્ર નેટવર્કની કામગીરી સામે આવી હતી. અત્યાર સુધીમાં રૂ. 19.41 કરોડની કિંમતના 13.07 કિલો સોનાને લગતા શંકાસ્પદ વ્યવહારોનો પર્દાફાશ થયો છે. આ કેસમાં દાણચોરીમાં સંડોવણીના આરોપસર ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. DRI દ્વારા દુબઈના ફાઇનાન્સર સહિત આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
