<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

ડો. નિદત્ત બારોટની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્‍યક્ષ તરીકે નિયુકિત

શિક્ષણ, સામાજિક સેવા, રાજકીય અને સંગઠનાત્‍મક ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા ડો. બારોટને પ્રદેશ કક્ષાની મહત્‍વપૂર્ણ જવાબદારી રાજકોટ શહેરને ટ્રાફિકની સમસ્‍યામાંથી મુકત કરાવવા નાગરિકોના સહયોગથી પ્રયાસો હાથ ધરાશે

રાજકોટ, તા.૧૫: અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના વિવિધ વિભાગો પૈકીના મહત્‍વપૂર્ણ એવા વિચાર વિભાગના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ, ભારતીય સેનાના નિવળત્ત કેપ્‍ટન પ્રવીણ દાવર દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ  અમિતભાઈ ચાવડા તથા ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને સાંસદ  રણદીપ સુરજેવાલા સાથે વિચારવિમર્શ કરી રાજકોટના જાણીતા શિક્ષણવિદ્‌, સામાજિક કાર્યકર અને કોંગ્રેસના આગેવાન ડો. નિદત્ત બારોટની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્‍યક્ષ તરીકે નિયુક્‍તિ કરવા માટે રાષ્‍ટ્રીય નેતળત્‍વ સમક્ષ દરખાસ્‍ત કરવામાં આવી હતી.

આ દરખાસ્‍તને કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેએ મંજૂરી આપતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ (સંગઠન) અને સાંસદ શ્રી કે. સી. વેણુગોપાલે તા. ૧૪ ઓક્‍ટોબર, ૨૦૨૬ના સત્તાવાર જાહેરાત કરી ડો. નિદત્ત બારોટની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્‍યક્ષ તરીકે તાત્‍કાલિક અસરથી નિયુક્‍તિ કરી છે. કોંગ્રેસનો વિચાર વિભાગ શિક્ષકો, અધ્‍યાપકો, ડોક્‍ટરો, વકીલો, શિક્ષણવિદો, સંશોધકો, લેખકો અને વિવિધ ક્ષેત્રના બુદ્ધિજીવીઓને સાથે જોડીને કોંગ્રેસની વૈચારિક ભૂમિકાને વધુ મજબૂત બનાવવા, જાહેર પ્રશ્નો અંગે બૌદ્ધિક ચર્ચા ઊભી કરવા તથા સમાજના વિવિધ વર્ગો સાથે રચનાત્‍મક સંવાદ સ્‍થાપિત કરવા કાર્યરત છે.

રાજકીય અને સંગઠનાત્‍મક ક્ષેત્રે બહોળો અનુભવ

વર્ષ ૧૯૯૪થી કોંગ્રેસ પક્ષ સાથે સક્રિય રીતે સંકળાયેલા ડો.નિદત્ત બારોટ રાજકીય, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે ત્રણ દાયકાથી વધુ સમયનો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી, પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ તથા સૌરાષ્‍ટ્ર-કચ્‍છના પ્રદેશ કોંગ્રેસ પ્રવક્‍તા તરીકે વિવિધ મહત્‍વપૂર્ણ સંગઠનાત્‍મક જવાબદારીઓ નિભાવી ચૂકયા છે. કોંગ્રેસ સંગઠનમાં લાંબા સમયથી સક્રિય રહેલા ડો. બારોટને શિક્ષણ અને જાહેરજીવનના પ્રશ્નોની સમજ સાથે સંગઠનાત્‍મક કામગીરીનો પણ બહોળો અનુભવ છે.

ડો. બારોટ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના પૂર્વ પ્રો-વાઇસ ચાન્‍સેલર રહી ચૂકયા છે. તેઓ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિદ્યાશાખાના ડીન તરીકે પણ સેવા આપી ચૂકયા છે. યુનિવર્સિટીની સિન્‍ડિકેટ, એક્‍ઝિકયુટિવ કાઉન્‍સિલ, એકેડેમિક કાઉન્‍સિલ અને સેનેટ જેવી મહત્‍વપૂર્ણ વૈધાનિક સંસ્‍થાઓમાં તેમણે વિવિધ કાર્યકાળ દરમિયાન પ્રતિનિધિત્‍વ કર્યું છે.

નવી જવાબદારી સંભાળતા ડો. નિદત્ત બારોટે જણાવ્‍યું હતું કે રાજ્‍યમાં શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓનું માનસિક સ્‍વાસ્‍થ્‍ય, શિક્ષકો અને આચાર્યો પર વધતું બિનશૈક્ષણિક તથા વહીવટી કામગીરીનું ભારણ અને શિક્ષણ ક્ષેત્રની નીતિગત સમસ્‍યાઓ અંગે વિચાર વિભાગ વિશેષ કામગીરી કરશે.

રાજકોટઃ શહેરની ટ્રાફિક સમસ્‍યા અંગે નાગરિક અભિયાન

ડો. બારોટે વધુમાં જણાવ્‍યું હતું કે રાજકોટ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્‍યા, માર્ગ અકસ્‍માતો, ટ્રાફિક વ્‍યવસ્‍થાપનની ખામીઓ, ર્પાકિંગની સમસ્‍યા અને નાગરિકોની માર્ગસલામતી જેવા મુદ્દાઓ પણ જાહેરજીવન સાથે સીધા જોડાયેલા છે.

રાજ્‍કોટ શહેરને ટ્રાફિકની સમસ્‍યામાંથી મુક્‍ત કરાવવાના હેતુથી નાગરિકોના અભિપ્રાયો મેળવવા, ટ્રાફિક સમસ્‍યાના કારણોનો અભ્‍યાસ કરવા અને જવાબદાર સત્તાવાળાઓ સમક્ષ નક્કર સૂચનો રજૂ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

આ માટે નાગરિકો, નિષ્‍ણાતો, સામાજિક સંસ્‍થાઓ અને યુવાનોની ભાગીદારીથી જનસંવાદ તથા અભ્‍યાસલક્ષી કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવશે.

રાષ્‍ટ્રીય અને પ્રદેશ નેતળત્‍વનો આભાર

ડો. નિદત્ત બારોટે આ મહત્‍વપૂર્ણ જવાબદારી સોંપવા બદલ કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ (સંગઠન) શ્રી કે. સી. વેણુગોપાલ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને સાંસદ શ્રી રણદીપ સુરજેવાલા, વિચાર વિભાગના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ કેપ્‍ટન પ્રવીણ દાવર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા તથા વિરોધ પક્ષના નેતા શ્રી તુષાર ચૌધરીનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

તેમણે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે કોંગ્રેસના રાષ્‍ટ્રીય અને પ્રદેશ નેતળત્‍વના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં વિચાર વિભાગને બૌદ્ધિક, સંગઠનાત્‍મક અને જનસંવાદના ક્ષેત્રે વધુ સક્રિય બનાવવામાં આવશે.

(3:31 PM IST)