<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

અનુભવ, કુશાગ્રતા, ૧ લાખ જવાનોનું સુરક્ષા ચક્રના સંગમ દ્વારા ડો.કે.એલ.એન. રાવ ચૂંટણી બંદોબસ્‍તના જંગમાં વિજયી થયા

૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૧૩ નગરપાલિકાની પેટા ચૂંટણીઓ ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની ચૂંટણીઓ છૂટક ઘટનાઓ બાદ કરતાં, ચૂંટણી પંચને મુખ્‍ય પોલીસ વડા દ્વારા, સ્‍થાનિક પોલીસ રિપોર્ટ, લો એન્‍ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયન દ્વારા મેળવાયેલ રિપોર્ટ અને શણુ વડા અશોક કુમારના રિપોર્ટ સાથે ટેલી કરી ત્રિ સ્‍તરિય રિવ્‍યૂ દ્વારા જડબેસલાક વ્‍યવસ્‍થા ગોઠવવાનું વચન પાળી બતાવ્‍યું : પોલીસ દળના જવાબદારોને અભિનદન આપી આખા સ્‍ટાફની પોતાના તરફથી સફળતાનું પીઠ થાબડવા સૂચન કર્યુઃ તમામ ઓલ્‍સ વેલ્‍સ મેળવી : રાજકોટ સીપીની કુવિખ્‍યાત જંગલેશ્વરમાં સરપ્રાઈઝ વિઝિટ, મતદાન પહેલા સુરતમાં કોમી વૈમનસ્‍ય જાગે તેવી ઘટનામાં અનુપમસિહ ગેહલોત ટીમની જાગળતિ, અમદાવાદના જુહાપરા સહિત અતિ સંવેદનશીલ વિસ્‍તારોમાં જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિકની બાજ નજર હોય કે તહેવાર કોઈ પણ હોય કે ચૂંટણી ગમે તે હોય ડાભુરિયા પલિતો ચાપાનેર તત્‍વોની ગતિવિધિ સવારથી રાત સુધી જાતે કંટ્રોલ કરનાર વડોદરા સીપી પર પણ પોલીસ મહાનિર્દેશક આફ્રિન

રાજકોટ, તા.૨૭: મહાનગરપાલિકા , ૮૪ નગરપાલિકા, ૧૩ નગરપાલિકાની પેટા ચૂંટણીઓ, ૩૪ જીલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની ચૂંટણીઓ અર્થાત્‌ ધારાસભાના સેમી ફાઈનલ જેવી ચૂંટણીઓમાં નાની મોટી ઘટનાઓ બાદ કરતાં મહદ અંશે કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જડબેસલાક જળવાઈ રહી, બીજા શબ્‍દમાં કહીએ તો રાજ્‍યના ઈનચાર્જ મુખ્‍ય પોલીસ વડા ડો કે. એલ એન રાવ મોટી કસોટીમાંથી ફુલ્લી પાસ બનીને બહાર આવ્‍યા છે. આ સિદ્ધિ માટે ડો.કે.એલ.એન.રાવ પોતાના  તમામ પોલીસ કમિશ્વર , રેન્‍જ વડા, એસપી અને તમામ અન્‍ય પોલીસ અધિકારીઓ અને સ્‍ટાફની જહેમતને યશ આપ્‍યો છે. અને જવાબદારોને અભિનંદન સંદેશ આપી તમામ સ્‍ટાફને અભિનદન જણાવ્‍યું છે.

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ખૂબ મોટી ચૂંટણીઓ માટે ડૉ.કે.એલ.એન. રાવે ચૂંટણી કમિશનર મુરલી ક્રિષ્‍ન સમક્ષ રૂબરૂ લોકો નિર્ભયતાથી મતદાન કરી શકે તે માટે લો એન્‍ડ ઓર્ડર જાળવવા લીધેલ પગલાં, અટકાયતી પગલાંઑ અંગે અપ ટુ ડેટ માહિતી આપી હતી, ડો. કે. એલ એન.રાવ દ્વારા પોરબંદરથી દાહોદ સુધી એસપી, મહા નગરોના મહત્‍વના પદના અનુભવ આધારે સમીક્ષા રિપોર્ટ પહેલા, લો એન્‍ડ ઓર્ડર દ્વારા તૈયાર કરેલ રિપોર્ટ, સ્‍થાનિક પોલીસ રિપોર્ટ અને ib વડા અશોક કુમાર યાદવ ટીમ દ્વારા તૈયાર થયેલ રિપોર્ટ આધારે ત્રીસ્‍તરીય વ્‍યવસ્‍થા ગોઠવી હોવાનું ચૂંટણી પંચ સમક્ષ કલેક્‍ટર એસપી વિગેરે વીડિયો કોન્‍ફરન્‍સથી ઉપસ્‍થિત રહી પૂરક માહિતીની ચૂટણી પંચને જરૂર પડે તો પૂરી પાડી શકે તેવું ફૂલપ્રૂફ આયોજન કરેલ.

સિનિયર, જુનિયર અધિકારી સાથે પોલીસ, હોમ ગાર્ડ, ગ્રામ રક્ષક મળી ૧ લાખ જવાનો મેદાને ઉતારી આખા રાજ્‍યની ઓલ્‍સ વેલ્‍સ મેળવતા રહ્યા, આ છે સફ્‌તાનું રહસ્‍ય. 

 

(3:50 PM IST)