News of Saturday, 10th October 2026
ડોમને નુકસાન થયું, ઉત્સાહને નહીં! અમદાવાદમાં કિર્તીદાન ગઢવીની મોટી જાહેરાત - હવે ખુલ્લા મેદાનમાં યોજાશે 'પરંપરા' નવરાત્રી
ગોપાલ ફાર્મમાં 2 મહિને તૈયાર કરેલો 9 લાખ સ્ક્વેર ફૂટનો AC ડોમ 9 ઓક્ટોબરે ધરાશાયી, સદનસીબે જાનહાની ટળી - હવે 12 થી 20 ઓક્ટોબર ખુલ્લા ગ્રાઉન્ડમાં એ જ સાઉન્ડ-લાઇટિંગ સાથે ગરબા યોજાશે

અમદાવાદ તા.૧૦ : શહેરના એસ.પી. રિંગ રોડ પર મકરબાના ગોપાલ ફાર્મમાં કિર્તીદાન ગઢવીની 'પરંપરા નવરાત્રી' માટે છેલ્લા બે મહિનાથી તૈયાર કરાયેલો પ્રીમિયમ AC ડોમ 9 ઓક્ટોબરની સાંજે અચાનક ધરાશાયી થઈ ગયો હતો. 9 લાખ ચોરસ ફૂટમાં 12 હજાર લોકોની ક્ષમતા વાળા આ ડોમમાં લાઇટિંગ સહિતનું કામ પૂર્ણ થઈ ગયું હતું, ત્યારે કામ કરતા કેટલાક શ્રમિકોને સામાન્ય ઈજા થઈ હતી, પણ મોટી જાનહાની ટળી હતી.
આ ઘટના બાદ ખેલૈયાઓમાં 'પરંપરા' રદ થશે કે કેમ તેની અસમંજસ હતી, જેનો અંત કિર્તીદાન ગઢવીએ સોશિયલ મીડિયા રીલ દ્વારા લાવ્યો છે.
ગઢવીએ કહ્યું - *"ડોમને નુકસાન જરૂર થયું છે, પણ મારા, મારી ટીમ કે તમારા ઉત્સાહને બિલકુલ નુકસાન નથી થયું. તમારા પ્રેમથી ઉત્સાહ હજારગણો થયો છે. હવે તમારી સુરક્ષા માટે એ જ ગ્રાઉન્ડમાં ડોમને બદલે ખુલ્લા વાતાવરણમાં આપણે નવરાત્રી કરીશું. બીજા નોરતાથી દશેરા સુધી એ જ સાઉન્ડ, એ જ લાઇટિંગ અને એ જ ભવ્યતા સાથે ગરબા રમીશું."* e60f814f
પોલીસ અને ફાયર વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ ડોમના પાયા જમીનમાં વ્યવસ્થિત ઊંડા ન ઉતાર્યા હોવાથી તે બેસી ગયો હતો, અને ટેમ્પરરી સ્ટ્રક્ચરની મંજૂરી પણ મળી નહોતી. સરખેજ પોલીસે તપાસ શરૂ કરી છે.
આયોજકોના જણાવ્યા મુજબ હવે *12 થી 20 ઓક્ટોબર દરમિયાન ખુલ્લા મેદાનમાં* જ તમામ વ્યવસ્થા યથાવત રાખીને ગરબાનું આયોજન થશે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
