News of Friday, 17th April 2026
ખેડાના ઠાસરામાં શ્વાનનો આતંક: ત્રણ દિવસમાં 20થી વધુ લોકોને ભર્યા બચકાં: લોકોમાં ફફડાટ
ઘાયલ થયેલા લોકોને પ્રાથમિક સારવાર ઠાસરા સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ, વધુ સારવાર અર્થે અન્યત્ર ખસેડવામાં આવ્યા

ખેડાના ઠાસરા શહેરમાં શ્વાનનો આતંક ફેલાયો છે.છેલ્લા ત્રણ દિવસમાં 20થી વધુ લોકોને બચકા ભર્યા હતા. શ્વાને મહિલા, પુરુષ અને બાળકો સહિતના લોકોને નિશાન બનાવ્યા હતા ઘાયલ થયેલા લોકોને પ્રાથમિક સારવાર ઠાસરા સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ, વધુ સારવાર અર્થે અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા 14થી વધુ લોકોને થઈ ગંભીર ઈજા. ઠાસરા શહેરમાં કૂતરાના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે આજે એક જ દિવસમાં 12થી વધુ લોકોને બચકાં ભર્યા હતા
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
