તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
જ્ઞાન, વિજ્ઞાન, ટેકનોલોજીની અદભૂત માહિતીના ખજાના સાથે ‘જ્ઞાન પાઠશાળા' મેગેઝીનનો દીપોત્સવી અંક
આ મેગેઝીનમાં માત્ર વાંચવા માટેનું મટીરિયલ નથી, પરંતુ જીજ્ઞાશા જગાડે, નવી દિશા આપે જ્ઞાનમાં વધારો કરે તેવી સામગ્રીનો ખજાનો

રાજકોટ, તા. ૪: ‘જ્ઞાન પાઠશાળા' મેગેઝિનના દીપોત્સવી સ્પેશિયલ ૨૦૨૬ના અંકમાં વિજ્ઞાન, ટેકનોલોજી, ઇતિહાસ, રહસ્યો, સંશોધન, જનરલ નોલેજ અને અવનવી જિજ્ઞાસાઓનો રંગબેરંગી ખજાનો છે. ‘જ્ઞાન પાઠશાળા' મેગેઝિનનાં દરેક પાને કંઈક નવું જાણવા મળશે, દરેક લેખ વાંચતાં કંઈક નવું વિચારવાનું મન થશે અને દરેક વિષય તમને આヘર્યચકિત કરી દેશે. ભારતની શાન ગણાતી સુપરફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ UPI ટેકનોલોજી, એના ઇતિહાસ, UPIની કાર્યપધ્ધતિ અને ભારતી ડિજિટલ ક્રાંતિમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા વિષયે તંત્રી હીના ગોલીબારે અત્યંત સરળ અને રસપ્રદ ભાષામાં લેખ લખ્યો છે. ભારત આજે ડિજિટલ પેમેન્ટની દુનિયામાં આટલી મોટી શક્તિ કેવી રીતે બન્યું, એ માહિતી ખરેખર ગર્વ અપાવે એવી છે. જાણીતા પત્રકાર-લેખક અશોક પટેલે એવરેસ્ટના અસલી બાદશાહ એટલે કે ‘શેરપા' લોકોની દુનિયામાં સફર કરાવી છે. શેરપાઓનું જીવન, તેમની રહેણીકરણી, માઇનસ તાપમાન અને ઓક્સિજનની અછત સામે ટકી રહેવા માટે તેમના શરીરમાં કુદરતે વિકસાવેલી અદભુત વિશેષતાઓ અને તેમના જીવનનું વિજ્ઞાન વાંચીને તમને આヘર્ય થશે. શું કોઇ તમારા મગજને વાંચી રહ્યું છે ? શું તમારી પસંદગીનો કંટ્રોલ કોઈ અદૃશ્ય શક્તિના હાથમાં છે ? ઇન્સ્ટાગ્રામ પર તમને ગમતી રીલ્સ જ વારંવાર તમારી સામે કેવી રીતે આવે છે ? તમારા રસ, પસંદગી અને વર્તનને સમજતું આ અદૃશ્ય માસ્ટરમાઈન્ડ એટલે ૅઅલ્ગોરિધમ ડિજિટલ દુનિયાના આ અદૃશ્ય ખેલાડી વિશે એમ. વાય. ગોલીબારે ખૂબ જ રસપ્રદ રીતે આ અંકમાં સમજાવ્યું છે.
એક જ પળથ્વી. એક જ સમય છતાં કયાંક વર્ષ ૨૦૨૬, કયાંક ૨૦૮૩ તો કયાંક ૫૭૮૭ ! આવું કેમ ? આ સમયગણનાના રસપ્રદ રહસ્યનો ઉકેલ આ અંકમાં છે. જો ગણિતથી ડર લાગતો હોય તો હવે ડરવાની જરૂર નથી ! આ અઘરી ગણતરીઓને સેકન્ડોમાં કેવી રીતે ઉકેલી શકાય એ વિષે સારથિ એસએ ‘વૈદિક ગણિતજ્ઞાન' કોલમમાં રસપ્રદ રીતે સમજાવ્યું છે. બીજી તરફ, ડો. મિતલ મકરંદે તેમની નવી કોલમ ‘વિટામિન-G' જ્ઞાનનું GPS’ની શરૂઆત પણ દિપોત્સવી અંકથી કરી છે, જેમાં IAS અને IPS બનવા માટે સંઘર્ષ સમર્પણ અને સફળતાની સફર રજૂ કરવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આ કોલમ ખાસ ઉપયોગી બનશે.
આ ઉપરાંત શું વળક્ષો પણ એકબીજા સાથે વાતો કરે છે? વરસાદ પડે ત્યારે આવતી પહેલી સુગંધ એટલે પેટિકોર પાછળનું વિજ્ઞાન બારકોડના કાળા પટ્ટાઓ વચ્ચે રહેલી સફેદ જગ્યાનું રહસ્ય શું આંસુઓને પણ અલગ અલગ આકાર હોય છે? માઇનસ ૫૦ ડિગ્રી તાપમાન અને ૮૦૦૦ મીટરની ઊંચાઈએ બાર-હેડેડ ગુઝની નોનસ્ટોપ ઉડાનનું વિજ્ઞાન. જેવા નિત નવા વિષય પર આ અંકમાં ઘણું જાણવા મળશે તો પ્રવાસના શોખીનો માટે ભારતના ગ્રાન્ડ કેનિયન તરીકે ઓળખાતા આંધ્રપ્રદેશના ‘ગાંડીકોટા' વિશેનો લેખ આ અંકનું આકર્ષણ છે. તમે રોજ ગૂગલ મેપનો ઉપયોગ કરતા હશો, પરંતુ તેના જાદુઈ અવાજ પાછળનું રહસ્ય અને તેની ટેકનોલોજી કેવી રીતે કામ કરે એનો જવાબ તમને આ. અંકમાં મળી જશે. ભારતીય ક્રાંતિકારીઓએ સૌપ્રથમ પ્લેન હાઇજેક કરવાનો પ્લાન કેવી રીતે બનાવ્યો હતો તે વાંચતાં તમારા રૂંવાડાં ઊભાં થઈ જશે. કઠિન પરિસ્થિતિમાં પળથ્વી પર ટકી શકતા ટાડગ્રિડ વિશે જાણીને તમે કુદરતની શક્તિ સામે નતમસ્તક થઈ જશો. સ્માર્ટફોન અને લેપટોપને ઠંડા રાખવા માટે વપરાતા સફેદ મલમ એટલે કે થર્મલ પેસ્ટનું વિજ્ઞાન, ટોલ ટેક્સ પર ફાસ્ટેગમાંથી પળવારમાં પૈસા કપાઈ જવા પાછળની ટેકનોલોજી, અત્યાર સુધી લોકોની નજરોથી ઓઝલ રહેલા હુસૈનીવાલાનો ઈતિહાસ, એક પણ સૈનિક ન હોય તેવી બોર્ડરની આヘર્યજનક હકીકત ઉપરાંત વિશ્વની સૌથી ટૂંકી ફલાઈટ વિશેની માહિતી પણ તમને રસપ્રદ લાગશે. આ મેગેઝિનમાં માત્ર વાંચવા માટેનું મટીરિયલ નથી, પરંતુ જિજ્ઞાસા જગાડે, નવી દિશા આપે, જ્ઞાનમાં વધારો કરે અને અવનવી માહિતીથી સમળદ્ધ બનાવે એવો ખજાનો છે. દિવાળીના તહેવારમાં મીઠાઈ, ફટાકડા, નવા કપડાં અને ભેટસોગાદો તો દર વર્ષે અપાય છે, પરંતુ આ દિવાળીએ જો તમારે કશીક અલગ ભેટ આપવી હોય જે મનોરંજનની સાથે જ્ઞાનનો ખજાનો પણ આપે, તો તંત્રી હીના ગોલીબાર અને સહતંત્રી એમ. વાય. ગોલીબારના માર્ગદર્શન હેઠળ 5G પબ્લિકેશન દ્વારા પ્રકાશિત આ ‘જ્ઞાન પાઠશાળા' દિપોત્સવી સ્પેશિયલ અંકની પસંદગી કરજો કારણકે ફક્ત ૧૦૦ રૂપિયામાં જ્ઞાનનો આટલો મોટો ખજાનો વાંચશો તો દંગ રહી જશો. નહીં વાંચો તો ઘણું બધું ચૂકી જશો!
સંપર્ક સુત્રઃ ફાઇવજી પબ્લીકેશન ચિરિપાલ ટેકસટાઇલસ્ની બાજુમાં, કાસીરામ ટેકસટાઇલ્સની નજીક, ગોલીબાર હાઉસ, તુલસી હોટલની સામે, બોમ્બે હોટલ રોડ, નારોલ અમદાવાદ. મો. ૮૫૧૧૭ ૯૨૯૦૮
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
