<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

શુક્રવારે ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતીમેળાનું થશે આયોજન :ધો. 10 અને સ્નાતક ઉમેદવારો માટે નોકરીની સુવર્ણતક

ઇચ્છુક ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે:વિવિધ નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાશે

ગાંધીનગર જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને સ્થાનિક કક્ષા એ રોજગારી મળી રહે એ આશયથી પ્રયાસ હાથ ધરાયો છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 15 મે 2026ના રોજ સવારે 10 કલાકે ગેઝિઆ એસોસિએશન હોલ સેક્ટર-25, ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે.

 

આ ભરતી મેળા અંતર્ગત 18 થી 35 વર્ષની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. ધોરણ 10 પાસ, 12 પાસ, ડિપ્લોમા, ITI અથવા કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક થયેલા શારીરિક રીતે સશક્ત ઉમેદવારો ભાગ લઈ શકશે.ઇચ્છુક ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જેનો જોબફેર આઇ.ડી. JF216622512 છે.

 

ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની નકલો અને બાયોડેટા સાથે હાજર રહેવાનું રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ હોય કે ન હોય તેવા માત્ર ગાંધીનગર જિલ્લાના જ ઉમેદવારો ભાગ લઇ શકશે, તેમ જિલ્લા રોજગાર અધિકારી ગાંધીનગર દ્વારા ઉમેદવારોને જાણ કરવામાં આવી છે.

(10:50 PM IST)