તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Thursday, 4th June 2026
નર્મદા કલેક્ટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના માનસિક હિતોના રક્ષણ માટે જિલ્લા સ્તરીય સમિતિની બેઠક યોજાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:જિલ્લા કલેક્ટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના માનસિક હિતોના રક્ષણ માટે રચાયેલ જિલ્લા સ્તરીય સમિતિની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. બેઠકમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના રક્ષણ અને તેમના સર્વાંગી વિકાસ માટે હાથ ધરવામાં આવતી વિવિધ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી ડો. કિરણબેન પટેલે જિલ્લા કક્ષાએ અમલમાં મૂકવામાં આવતી કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. ખાસ કરીને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને તેના રક્ષણ માટેની કાર્યવાહીના અમલીકરણ, દેખરેખ, નિરીક્ષણ તેમજ વિદ્યાર્થીઓના માનસિક હિતોના સંરક્ષણ માટે હાથ ધરવામાં આવતા પ્રયાસોની સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર ગંગાસિંઘે જણાવ્યું હતું કે, જિલ્લાના વિદ્યાર્થીઓ સ્વસ્થ માનસિક ચિત્તે અભ્યાસ કરી શકે અને શૈક્ષણિક સંસ્થાઓમાં તેમને સાનુકૂળ તથા હકારાત્મક વાતાવરણ પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. વધુમાં વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના માનસિક તણાવનો અનુભવ ન કરે તે માટે જરૂરી કામગીરી અસરકારક રીતે અમલમાં મૂકવા તેમજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં પરીક્ષા દરમિયાન કાર્યરત ૨૪ કલાકની કાઉન્સલિંગ હેલ્પલાઇન મારફતે થતી કામગીરીનું નિયમિત મોનિટરિંગ જણાવ્યું હતું.
વધુમાં વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની મૂંઝવણ કે તણાવ વિના પરીક્ષાઓ આપી શકે તે માટે સંબંધિત વિભાગો દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓની સંયુક્ત મુલાકાતો યોજી સમયાંતરે રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવે તેના માટે જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડયુ હતુંં.
આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવે સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, અન્ય સભ્યો પણ ઓનલાઈન માધ્યમથી બેઠકમાં જોડાયા હતા.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
