તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
રામપુરાથી સમારીયા ચોકડી મુખ્ય હાઇવેને જતા રસ્તાનું કામ વહેલીતકે કરાવવાં જિલ્લા સંત સમિતિની રજૂઆત
પંચકોષી પરિક્રમા કરવા દૂર દૂરથી લાખોની સંખ્યામાં આવતા ભાવિક ભક્તોનો આ મુખ્ય માર્ગ હોય પરંતુ એ ચાલવા લાયક પણ નથી

(ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લામાં પંચકોષી પરિક્રમાનું મોટું મહત્વ છે અને આ પરિક્રમામાં ઘણા રાજ્યોમાંથી લાખો ભક્તો આવતા હોય છે ત્યારે નાંદોદ તાલુકાના રામપુરાથી સમારીયા ચોકડી મુખ્ય હાઇવેને જતા રસ્તાનું કામ વહેલી તકે કરાવવાં જિલ્લા સંત સમિતિની તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.
રામપુરાથી સમારીયા ચોકડી મુખ્ય હાઇવેને જતા રસ્તાનો કોઝવે ચાલવા લાયક નથી,આ આજુબાજુના ખેડૂતોને જવાનો મુખ્ય માર્ગ હોય તેમજ મુખ્ય હાઇવે ને મળતો રોડ હોવાથી અવર-જવર વિશેષ છે સાથે સાથે પંચકોષી પરિક્રમા કરવા દૂર દૂરથી લાખોની સંખ્યામાં આવતા ભક્તોનો મુખ્ય માર્ગ હોય જે સત્વરે ચાલુ થાય તે ખૂબ જરૂરી છે. નર્મદા જિલ્લાના નેતાઓ અધિકારીઓ સત્ય હકીકત જાણે છે પરંતુ ઈચ્છા શક્તિ નિર્ણય શક્તિ બીમાર હોવાના કારણે કામમાં વિલંબ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તંત્રને અને રાજકીય આગેવાનોને સંદેશ અનેકવાર આપવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ આ માર્ગ નું કઈ થયું નથી, આશા અપેક્ષા રાખું છું કે જન હિતમાં સત્વરે રસ્તાનું કામ શરૂ થાય તેમ નર્મદા જિલ્લા સંત સમિતિના મહામંત્રી સદાનંદ મહારાજએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી જણાવ્યું હતું.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
