News of Wednesday, 30th September 2026
સુરતમાં નવા ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ સામે જિલ્લા વકીલ મંડળનો વિરોધ : કોર્ટનો મુખ્ય ગેટ બંધ કરી વકીલોએ વિરોધ પ્રદર્શન કર્યું
જિલ્લા વકીલ મંડળે ડિસ્ટ્રિક્ટ જજને પત્ર પાઠવી નવા વિધેયક સામે વાંધો વ્યક્ત કર્યો: વકીલ મંડળે કોર્ટની કામગીરીથી સંપૂર્ણ અળગા રહેવાનો ઠરાવ પસાર કર્યો

સુરતમાં નવા ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ સામે જિલ્લા વકીલ મંડળે વિરોધ નોંધાવ્યો છે. વિરોધના ભાગરૂપે કોર્ટનો મુખ્ય ગેટ બંધ કરી વકીલોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરત જિલ્લા વકીલ મંડળે ડિસ્ટ્રિક્ટ જજને પત્ર પાઠવી નવા વિધેયક સામે વાંધો વ્યક્ત કર્યો છે. વકીલ મંડળે કોર્ટની કામગીરીથી સંપૂર્ણ અળગા રહેવાનો ઠરાવ પસાર કર્યો છે અને આગામી ત્રણ દિવસ સુધી વકીલો કોર્ટ કામગીરીથી દૂર રહેશે. નવા વિધેયકથી વકીલો અને પ્રજાના હિતને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી વિરોધ કરવામાં આવ્યો છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
