તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
ગુજરાતમાં અખાત્રીજે બાળ લગ્ન અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની ટિમ સજ્જ
મોનિટરિંગ કરવા ખાસ ટીમો તૈયાર, ગુજરાતમાં પ્રથમ વખત બાળ લગ્ન અટકાવવા માટે માતા-પિતા જ નહીં, લગ્ન કરાવનાર ગોર મહારાજ, રસોઈ બનાવનાર કેટરર્સ, મંડપ ડેકોરેટર્સ, ફોટોગ્રાફર્સ તેમજ બેન્ડવાજા અને સાઉન્ડ સિસ્ટમ ચલાવનારાઓ પણ હવે કાયદાના દાયરામાં આવશે:ક્યાંય પણ બાળ લગ્ન થવાની શક્યતા દેખાય, તો તરત જ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 અથવા અભયમ હેલ્પલાઇન 181 પર સંપર્ક કરવો

ગુજરાતમાં આગામી અખાત્રીજના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં લગ્નોનું આયોજન થવાની શક્યતા હોય છે. ગુજરાતમાં આ સંજોગોમાં ક્યાંય પણ કુરિવાજ બાળ લગ્નો ન થાય તે માટે ગુજરાતમાં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં અને તેના માટે જિલ્લામાં સતત મોનીટરીંગ કરવા માટે ખાસ ટીમોની રચના પણ કરી દેવામાં આવી છે જે કોઈપણ શંકાસ્પદ પ્રસંગ પર તુરંતજ કાર્યવાહી કરશે.
આ વખતે તંત્રએ એક મહત્વનો નિર્ણય લીધો છે કે બાળ લગ્ન રોકવા માટે માત્ર વાલીઓ જ જવાબદાર ગણાશે નહીં, પરંતુ આ ગુનામાં સાથ આપનાર તમામ લોકો સામે ફોજદારી ગુનો નોંધવામાં આવશે,આનો અર્થ એ છે કે લગ્ન કરાવનાર ગોર મહારાજ, રસોઈ બનાવનાર કેટરર્સ, મંડપ ડેકોરેટર્સ, ફોટોગ્રાફર્સ તેમજ બેન્ડવાજા અને સાઉન્ડ સિસ્ટમ ચલાવનારાઓ પણ હવે કાયદાના દાયરામાં આવશે.
આ તમામ સેવા આપનારાઓને કડક સૂચના આપવામાં આવી છે કે લગ્નનું કોઈ પણ કામ લેતા પહેલાં વર અને કન્યાની ઉંમરના પુરાવા તપાસવાની જવાબદારી તેમની રહેશે અને જો કોઈ પણ સ્તરે બેદરકારી જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
