<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

રાજપીપળા ટેકરા ફળિયામાં લગ્નની કંકોત્રીમાં નામ લખવા બાબતે ધિંગાણું : એકનો દાંત તોડી નાખ્યો

"જો હવે પછી સામો મળીશ તો તને જાનથી મારી નાખીશું" તેમ કહી ધમકી આપીને ત્યાંથી ભાગી ગયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળાના ટેકરા ફળિયામાં કંકોત્રીમાં નામ.લખવા બાબતે થયેલી માથાકૂટમાં મારામારીમાં એક નો દાંત તૂટી ગયો હતો

    પ્રાપ્ત માહિતી અનુસાર રાજેશભાઇ શનુભાઇ વસાવા (રહે-રાજપીપળા ટેકરા ફળીયા )નાઓએ આપેલ ફરિયાદ મુજબ તેઓ મતદાન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે વખતે (૧) સુરેશભાઇ માધુભાઇ વસાવા નાઓ પાછળથી આવતા ફરિયાદીએ આ કામના તેમને કહ્યું કે તમારા છોકરાના લગ્નની કંકોત્રીમાં મારી મંજૂરી વગર મારું નામ કેમ લખેલ છે? તેમ કહેતા સુરેશભાઈ એકદમ ઉશ્કેરાઈ જઇ ગાળા ગાળી કરી ફરિયાદીનો કોલર પકડી બુમાબૂમ કરતા (૨) ચિરાગભાઈ, (૩) ગીતાબેન (૩) માધવીબેન ત્યાં આવી ગીતાબેન અને માધવીબેને ફરિયાદીને પકડી રાખી સુરેશભાઈ અને ચિરાગભાઈએ ગડદાપાટુનો માર મારી તથા ચિરાગભાઈએ ફરિયાદીના મોઢા પર જોરદાર મુક્કો મારતા તેમનો જડબાનો એક દાંત તોડી નાખી લોહીલુહાણ કરી "જો હવે પછી સામો મળીશ તો તને જાનથી મારી નાખીશું" તેમ કહી ધમકી આપીને ત્યાંથી ભાગી ગયા હતા.રાજપીપળા પોલીસે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી કરી છે.

(10:06 PM IST)