તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
પંચમહાલ જિલ્લામાં શિસ્તનો કોરડો વીંઝાયો : જીલ્લા ભાજપ કારોબારી સહિત કુલ 17 કાર્યકર્તાઓ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ.
પક્ષ સાથે બળવો કરી અન્ય પક્ષ કે અપક્ષમાં ઉમેદવારી નોંધાવનાર અને અન્ય પક્ષ કે અપક્ષના ઉમેદવારોને સમર્થન કરનાર કાર્યકર્તાઓને કરાયા બરતરફ

પંચમહાલ જિલ્લામાં ભાજપ દ્વારા પક્ષ સાથે બળવો કરી અન્ય પક્ષ કે અપક્ષમાં ઉમેદવારી નોંધાવનાર અને અન્ય પક્ષ કે અપક્ષના ઉમેદવારોને સમર્થન કરનાર કાર્યકર્તાઓને બરતરફ કરાયા છે, જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પ્રદેશ પ્રમુખ ની સૂચના અન્વયે કાર્યકર્તાઓને પક્ષ માંથી સસ્પેન્ડ કરાયા છે.. જીલ્લા ભાજપના તત્કાલીન મહામંત્રી અને વર્તમાન જીલ્લા ભાજપ કારોબારી સભ્ય ધવલ દેસાઈ સહિત કુલ 17 કાર્યકર્તાઓને ભાજપ માંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે, . સસ્પેન્ડ કરાયેલા 17 કાર્યકરોમાં કેટલાક સક્રિય સભ્યો અને હોદ્દેદારોનો સમાવેશ થાય છે જેમાં મોરવા હડફ તાલુકાના ચાર,ઘોઘંબા તાલુકાના ચાર, કાલોલ તાલુકાના છ અને ગોધરા નગરના ત્રણ મળી કુલ 17 કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે . સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો પૈકી એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ની અપેક્ષાઓ વ્યક્ત કરી હતી જે પૂર્ણ નહિ થતાં હાલ અપક્ષ દાવેદારી નોંધાવી ભાજપના જ ઉમેદવાર સામે ચૂંટણી લડી રહ્યા છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
