<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

આણંદ મનપાના નવા મેયરપદે દિપિકાબેન પટેલની વરણી: ડેપ્યુટી મેયર બન્યા કમલેશ ડાભીની વરણી

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથારને જવાબદારી : દંડક તરીકે હીરલ શાહની પસંદગી

આણંદ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. મનપાના નવા મેયર તરીકે દિપિકાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીની નિમણૂક કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથારને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ દંડક તરીકે હીરલ શાહની વરણી કરવામાં આવી હોવાનું મનપા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

નવી ટીમની જાહેરાત બાદ ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. મનપામાં આગામી સમયમાં વિકાસના કામોને વધુ ગતિ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નવા મેયર દિપિકાબેન પટેલે જવાબદારી સંભાળ્યા બાદ શહેરના વિકાસ, સ્વચ્છતા, પીવાના પાણી, માર્ગ અને નાગરિક સુવિધાઓને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે શહેરના સર્વાંગી વિકાસ માટે તમામ સભ્યો અને અધિકારીઓ સાથે સંકલનથી કાર્ય કરવાની વાત કરી હતી.

ડેપ્યુટી મેયર કમલેશ ડાભીએ પણ નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળે તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુર સુથારે વિકાસકાર્યોને ઝડપી ગતિથી આગળ વધારવાની ખાતરી આપી હતી. આણંદ મનપામાં નવા પદાધિકારીઓની વરણીને લઈને શહેરના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે.

 

(11:35 AM IST)