News of Wednesday, 20th May 2026
વાહનોના અધૂરા દસ્તાવેજ માટે ડિજિટલ વર્ગીકરણ
ફિટનેસ, ઈન્સ્યોરન્સ, પી.યુ.સી. આધારે દેશના ૪૦ કરોડ વાહનોની ખામીઓ શોધાશે : વાહન ડેટાબેઝમાં મોટો સુધારોઃ દેશભરના વાહનોને એક્ટિવ, આર્કાઈવ જેવી ૪ કેટેગરીમાં વહેંચાશે

નવી દિલ્હી તા.૨૦: દેશભરના ૪૦ કરોડથી વધુ વાહનોના રેકોર્ડ ધરાવતા સ્ખ્ણ્ખ્ફ ડેટાબેઝમાં હવે વાહનોનું વધુ ચોક્કસ અને કડક વર્ગીકરણ કરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MORTH) દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૬માં જાહેર કરાયેલા નવા વ્હીકલ કલાસિફિકેશન ફ્રેમવર્ક હેઠળ હવે વાહનોને માત્ર રજિસ્ટ્રેશન ફલેગ આધારે નહીં પરંતુ તેની વાસ્તવિક કામગીરી, ફિટનેસ, ઇન્સ્યોરન્સ અને પ્રદૂષણ પ્રમાણપત્ર (PUCC)ના આધારે ચાર મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવશે.
હાલ સુધી VAHAN ડેટાબેઝમાં એક્ટિવ, RC કેન્સલ, NOC ઈશ્યૂ, RC સસ્પેન્ડ જેવી એડમિનિસ્ટ્રેટિવ ફલેગ્સના આધારે વાહનોની સ્થિતિ દર્શાવવામાં આવતી હતી. પરંતુ અનેક વાહનો વર્ષોથી રોડ પર નહીં હોવા છતાં એક્ટિવ ગણાતા હોવાથી રાષ્ટ્રીય સ્તરે વાહનોની સંખ્યા અને વાસ્તવિક ઓપરેશનલ સ્થિતિ વચ્ચે મોટો તફાવત ઊભો થયો હતો. નવા ફ્રેમવર્કથી આ ગૂંચવણ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મંત્રાલયના દસ્તાવેજ મુજબ હવે વાહનોને ચાર મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવશ. જેમાં એક્ટિવ-કોમ્પ્લાયન્ટ, એક્ટિવ-નોન કોમ્પ્લાયન્ટ, ટેમ્પરરી આર્કાઇવ અને પરમનેન્ટ આર્કાઇવ. આ વર્ગીકરણમાં વાહનની રજિસ્ટ્રેશન માન્યતા, ફિટનેસ સર્ટિફિકેટ, ઈન્સ્યોરન્સ અને PUCCની સ્થિતિને આધાર બનાવવામાં આવશે. નવા માળખા મુજબ જે વાહનો પાસે તમામ દસ્તાવેજો માન્ય હશે તે એક્ટિવ-કોમ્પ્લાયન્ટ ગણાશે. જ્યારે ઈન્સ્યોરન્સ, ફિટનેસ અથવા PUCCમાંથી કોઈ એક દસ્તાવેજ અમાન્ય હશે તો તે એક્ટિવ-નોન કોમ્પ્લાયન્ટ કેટેગરીમાં જશે. લાંબા સમયથી બિનમાન્ય દસ્તાવેજ ધરાવતા અથવા નિષ્ક્રિય વાહનોને ટેમ્પરરી આર્કાઇવમાં મૂકવામાં આવશે, જયારે સ્ક્રેપ થયેલા, RC કેન્સલ અથવા કાયદેસર રીતે ડિ-રજિસ્ટર્ડ થયેલા વાહનો પરમનેન્ટ આર્કાઇવમાં સામેલ થશે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હવે વાહનોની સ્થિતિનું વર્ગીકરણ સંપૂર્ણપણે ઓટોમેટેડ રહેશે. સિસ્ટમ પોતે જ વાહનના ફિટનેસ, ઈન્સ્યોરન્સ અને PUCC ડેટા આધારે તેની કેટેગરી નક્કી કરશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિયમિત ડેટા વેરિફિકેશન, અપડેશન અને વાહન માલિકોને સૂચનાઓ પાઠવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ નવી વર્ગીકરણ વ્યવસ્થા દ્વારા દેશના વાહન ડેટામાં પારદર્શિતા વધશે, ટ્રાફિક અને પ્રદૂષણ નિયંત્રણ વધુ અસરકારક બનશે તેમજ રોડ સેફટી અને ટ્રાન્સપોર્ટ પ્લાનિગ માટે વાસ્તવિક ડેટા ઉપલબ્ધ થશે. ખાસ કરીને બિનફિટ અને બિનઈન્સ્યોર્ડ વાહનો સામે કડક મોનિટરિગ શક્ય બનશે.
૪૦ કરોડ વાહનોમાંથી ફક્ત ૮.૪૦ કરોડ વાહનો એક્ટિવ કોમ્પ્લાયન્ટ
દસ્તાવેજ મુજબ હાલમાં દેશના કુલ ૪૦.૭૦ કરોડ વાહનોમાંથી માત્ર ૮.૪૦ કરોડ એટલે કે આશરે ૨૦.૭ ટકા વાહનો જ એક્ટિવ-કોમ્પ્લાયન્ટ કેટેગરીમાં આવે છે. જ્યારે ૧૪.૭૦ કરોડ વાહનો એક્ટિવ-નોન કોમ્પ્લાયન્ટ છે. ઉપરાંત ૧૫ કરોડ જેટલા વાહનો ટેમ્પરરી આર્કાઇવમાં અને ૨.૬૦ કરોડ વાહનો પરમનેન્ટ આર્કાઇવમાં સમાવાયા છે. ટુ-વ્હીલર કેટેગરીમાં સૌથી વધુ બિનઅનુપાલન જોવા મળ્યું છે. કુલ ૨૯.૮૮ કરોડ દ્વિચક્રી વાહનોમાંથી માત્ર ૪.૭૧ કરોડ વાહનો સંપૂર્ણ અનુપાલન ધરાવે છે. જ્યારે ૧૧.૩૫ કરોડ વાહનો એક્ટિવ-નોન કોમ્પ્લાયન્ટ અને ૧૧.૬૮ કરોડ વાહનો ટેમ્પરરી આર્કાઇવમાં છે. પેસેન્જર વ્હીકલ્સમાં ૨.૫૮ કરોડ વાહનો કોમ્પ્લાયન્ટ છે, જ્યારે ૨.૩૯ કરોડ બિનઅનુપાલન હેઠળ છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
