તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Monday, 23rd November 2026
Digiકોપ ૩૬૦ પોલીસ કામગીરીમાં નવી ક્રાંતિ લાવનાર સાબિત થશે : નરસિંહમાં કોમાર
પોલીસની પ્રત્યેક મૂવમેન્ટ લાઈવ દેખાશે, લોકો જે જાણવા માંગે છે તેવા ટેકનોલોજીમાં ઇતિહાસ સર્જનાર પ્રોજેક્ટ અંગે CBI બેક ગ્રાઉન્ડ ધરાવતા વડોદરા પોલીસ કમિશ્નર અકિલા સમક્ષ અથથી ઇતિ સુધીની ખૂબીઓ વર્ણવે છે

રાજકોટ, તા.,૨૩ : કેન્દ્રીય ગ્રહમંત્રી અમિતભાઈ શાહ જે પ્રોજેક્ટ માટે ગર્વ અનુભવે છે, ગુજરાત સરકાર પણ જે પ્રોજેક્ટ પર આફ્રિન બનેલી તેવા CCTV આધારિત વિશ્વાસ પ્રોજેક્ટના સ્વપ્ન દ્રષ્ટા હાલના વડોદરાના પોલીસ કમિશ્રર નરસિંહમાં કોમારે ફરી એક વખત એક અદભુત ટેક્રોલોજીનો આવિષ્કાર કર્યો છે.
આ બાબતે અકિલા સાથેની વાતચીતમાં CBI બેક ગ્રાઉન્ડ ધરાવતા DGP લેવલના આ સિનિયર IPS નરસિંહમાં કોમારે જણાવ્યું છે કે, Digiકોપ ૩૬૦ પોલીસ કામગીરીમાં નવી ક્રાંતિ લાવનાર સાબિત થશે. વિશ્વાસ પ્રોજેક્ટથી કંટ્રોલ રૂમ હાઈટેક થયો. હવે Digiકોપ ૩૬૦ થી રસ્તા પરનો પોલીસ જવાન હાઈટેક થશે. વડોદરામાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.Digiકોપ ૩૬૦ માં શું થશે?GPS પેટ્રોલિંગઃ કયો જવાન કયાં પેટ્રોલિંગમાં છે, એ કંટ્રોલ રૂમમાં લાઈવ દેખાશે.ડ્યુટી - હાજરી એક જ ક્લિકમાં: કાગળ, રજિસ્ટર બંધ. કોની કયાં ડ્યુટી છે, એ એપમાં જ.શંકાસ્પદ વાહનની તાત્કાલિક તપાસઃ વાહન રોકયું કે નંબર નાખતાની સાથે જ ખબર પડશે - વાહન ચોરીનું છે? ગુનામાં વપરાયેલું છે?ક્રાઈમ હોટસ્પોટ મેપઃ કયા વિસ્તારમાં કયારે ગુનો થાય છે, એનો લાઈવ નકશો પોલીસ પાસે હશે. ગુનો થાય એ પહેલા જ બંદોબસ્ત ગોઠવાઈ જશે.વિશ્વાસ ૅ Digiકોપઃ વિશ્વાસના CCTV નું ફૂટેજ અને Digiકોપ નો ફિલ્ડ ડેટા - બંને ભેગા થશે, એટલે ગુનેગાર પુરાવા સાથે કલાકોમાં પકડાશે.કોમારે કહ્યું, વિશ્વાસે કંટ્રોલ રૂમને આંખ આપી હતી, Digiકોપ ૩૬૦ રસ્તા પરના જવાનને તાકાત આપશે. વડોદરામાં આ સફળ થશે તો આ મોડેલ આખા ગુજરાત માટે કામ લાગશે. (૪.૪)
Dg કોપ ૩૬૦ શું છે? તમે જે જાણવા માંગો છો, તેનું ટૂંકું અને ટચ
૧.GPS પેટ્રોલિંગઃ કયો જવાન કયાં પેટ્રોલિંગમાં છે, એ કંટ્રોલ રૂમમાં લાઈવ દેખાશે૨. ડ્યુટી - હાજરી એક જ ક્લિકમાં: કાગળ, રજિસ્ટર બંધ, કોની કયાં ડ્યુટી છે, એ એપમાં જ ૩. શંકાસ્પદ વાહનની તાત્કાલિક તપાસઃ નંબર નાખતાની સાથે જ ખબર પડશે - વાહન ચોરીનું છે? ગુનામાં વપરાયેલું છે? ૪. ક્રાઈમ હોટસ્પોટ મેપ ૅ વિશ્વાસઃ ગુનો થાય એ પહેલા જ બંદોબસ્ત ગોઠવાઈ જશે, CCTV ફૂટેજ અને ફિલ્ડ ડેટાથી ગુનેગાર કલાકોમાં પકડાશે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
