<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ઉપર ધોરાજી થી સુરત લગ્નપ્રસંગે જતી બસને અકસ્માત: બેના મોત અને અનેકને ઈજા

ભરૂચ, તા. ૨૦ : ધોરાજીથી લગ્નપ્રસંગ માટે સુરત જઈ રહેલી લક્ઝરી બસને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ઉપર ભરૂચ નજીક અકસ્માત નડ્યાનો અહેવાલ સામે આવ્યો છે. પ્રસિદ્ધ વિગતો મુજબ બસ ટેન્કર સાથે અથડાતાં બે વ્યક્તિનાં મોત અને અનેક મુસાફરોને ઈજા થઈ હોવાનું જણાવાયું છે.

અહેવાલ મુજબ અકસ્માતમાં બસના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું છે.

મૃત્યુ પામનારાઓનાં નામ, ઈજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા અને અકસ્માતનું કારણ જાણે શકાયાં નથી. 

(9:38 AM IST)