<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

વાવ અને થરાદમાં સ્થાનિક તંત્ર દ્વારા સરકારી કચેરીઓ બહાર ધરણાં, પ્રદર્શન અને રેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ

હવેથી સક્ષમ સત્તાધિકારીની પૂર્વ પરવાનગી વગર કોઈપણ વ્યક્તિ કે સંગઠન ઉપવાસ કે ભૂખ હડતાલ પર બેસી શકશે નહીં.

બનાસકાંઠાના વાવ અને થરાદમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સરકારી કચેરીઓ બહાર ધરણાં, પ્રદર્શન અને રેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.જિલ્લા કલેક્ટરના કડક આદેશ અનુસાર હવેથી સક્ષમ સત્તાધિકારીની પૂર્વ પરવાનગી વગર કોઈપણ વ્યક્તિ કે સંગઠન ઉપવાસ કે ભૂખ હડતાલ પર બેસી શકશે નહીં.આ નવો નિયમ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી, TDO ઓફિસ, નગરપાલિકા અને પોલીસ સ્ટેશનની 200 મીટરની ત્રિજ્યામાં લાગુ પડશે.જાહેરનામા અનુસાર કચેરીઓની આસપાસ 4થી વધુ લોકોના એકઠા થવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે.

(1:40 PM IST)