<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

મહેસાણાના પિલુદરા શક્તિધામ ખાતે શ્રીમદ્ ભાગવત કથાની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ : વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને ભાવિકોએ કથામૃતનો લાભ લીધો

નવરાત્રી કથા પ્રસંગ વંદના અને નવદુર્ગા સ્વરૂપ પૂજન સાથે સમગ્ર ગ્રામજનોના સહકારથી ધર્મોત્સવ સંપન્ન : પિતૃ મોક્ષાર્થે યોજાયેલા આયોજનમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

રંઘોળા: મહેસાણા જિલ્લાના પિલુદરા સ્થિત શક્તિધામ ખાતે ગ્રામજનોના પૂર્ણ સહકાર, અસીમ ભક્તિભાવ અને આસ્થા સાથે શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કથામાં રંઘોળા (ભાવનગર)ના સુપ્રસિદ્ધ કથાકાર વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસનેથી ભાવિક ભક્તોએ કથામૃતનો શ્રવણ લાભ લીધો હતો.

આયોજક સ્વામી રામાનંદ તીર્થ દ્વારા પિતૃ મોક્ષાર્થે આયોજિત આ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ રવિવાર, ૨૭ સપ્ટેમ્બરના રોજ થયો હતો, જેની શનિવાર, ૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ભક્તિમય વાતાવરણમાં પૂર્ણાવહુતિ થઈ હતી.

શ્રીમદ્ ભાગવત કથા દરમિયાન નવરાત્રી કથા પ્રસંગ વંદનાની સાથે નવદુર્ગા સ્વરૂપ પૂજનનું પણ વિશેષ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. શક્તિધામ ખાતે ગ્રામજનોના અભૂતપૂર્વ સહયોગ અને ઉમંગ સાથે સમગ્ર ધાર્મિક મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)

(5:02 PM IST)