<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

બેસતા વર્ષે યાત્રાધામ પાવાગઢમાં ભક્તોની ભીડ જામી : જયઘોષથી ગુંજ્યું મંદિર

નવા વર્ષની શરૂઆત માતાજીના આશીર્વાદ સાથે કરવા માટે દૂરદૂરથી ભાવિકો પાવાગઢ પહોંચ્યા

નૂતન વર્ષના પ્રારંભે ગુજરાતભરના વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. પાવાગઢમાં પણ બેસતા વર્ષના દિવસે માતાજીનાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. વહેલી સવારથી જ મંદિર ખાતે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. માતાજીની મંગળા આરતીનો ભક્તોએ લ્હાવો લીધો હતો. આરતી દરમિયાન ભક્તો માતાજીની ભક્તિમાં લીન થયા હતા. 'જય માતાજી'ના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. નવા વર્ષની શરૂઆત માતાજીના આશીર્વાદ સાથે કરવા માટે દૂરદૂરથી ભાવિકો પાવાગઢ પહોંચ્યા હતા.

(10:55 AM IST)