News of Friday, 27th November 2026
શાહીબાગ વોર્ડમાં વિવિધ ડ્રેનેજ લાઈનના વિકાસકામોનું રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
શાહીબાગ વોર્ડમાં વિકાસ કામો થકી નાગરિકોની પ્રાથમિક તથા માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનશે

અમદાવાદ : નાગરિકોની પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરવા અને માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે, અમદાવાદના શાહીબાગ વોર્ડ ખાતે વિવિધ ડ્રેનેજ લાઈનના વિકાસકામોનું ખાતમુહૂર્ત શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.
રાજ્ય સરકારની ૭૦:૨૦:૧૦ યોજના અંતર્ગત ધારાસભ્યના ૨૦% ફાળા હેઠળ મંજૂર થયેલા ત્રણ મુખ્ય વિકાસકામોનો શુભારંભ કરવામાં આવ્યો છે.
શાહીબાગ વોર્ડમાં આવેલી પુનિતપાર્ક સોસાયટીમાં અંદાજિત સત્તર લાખ ચાર હજાર બસો ત્યાસી રૂપિયાના ખર્ચે (ધારાસભ્યના બજેટની ૨૦% રકમ ત્રણ લાખ ચાલીસ હજાર આઠસો સત્તાવન રૂપિયા) નવી ડ્રેનેજ લાઈન નાંખવાનું કામ, શાશ્વત એપાર્ટમેન્ટમાં અંદાજિત પચીસ લાખ રૂપિયાના ખર્ચે (ધારાસભ્યના બજેટની ૨૦% રકમ પાંચ લાખ રૂપિયા) ડ્રેનેજ પાઈપ લાઈન નાંખવાનું કામ તેમજ બસંત બહાર એપાર્ટમેન્ટમાં અંદાજિત અગિયાર લાખ ચોરાણું હજાર છસો અઠ્ઠાવન રૂપિયાના ખર્ચે (ધારાસભ્યના બજેટની ૨૦% રકમ બે લાખ ઓગણચાલીસ હજાર રૂપિયા) નવી ડ્રેનેજ પાઈપ લાઈન નાંખવાના કામોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, આ નવી ડ્રેનેજ લાઈનો નાંખવાની કામગીરી પૂર્ણ થવાથી સ્થાનિક સોસાયટી અને એપાર્ટમેન્ટના રહીશોને ચોમાસા દરમિયાન પાણી ભરાવાની તેમજ ગટર ઉભરાવાની સમસ્યામાંથી કાયમી રાહત મળશે.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલરઓ, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
