હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નર્મદા જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે પણ 21 હજાર શ્રમિકોએ મનરેગા હેઠળ મેળવી રોજગારી
રાજ્યમાં સૌથી વધુ રોજગારી આપવામાં નર્મદા જિલ્લાનો ચોથો નંબર: 19,45,316ના માનવ દિનના લક્ષ્યાંક સામે 17,26,243 માનવ દિન તરફ આગળ ધપી રહી છે નર્મદા ટીમ

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લામાં માં ઘણા સમય પછી NREGA (જી રામ જી ) ની કામગીરી શરૂ થતા જિલ્લાના શ્રમજીવી પરિવાર જોબ કાર્ડ ધારકોમાં ખુશી છવાઈ છે. અને હાલ યુદ્ધના ધોરણે જિલ્લાના 350 જેટલી ગ્રામપંચાયતોમાં કામગીરી ચાલી રહી છે. મહત્વની વાત તો એ છે કે નર્મદા જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે પણ 21 હજાર શ્રમિકોએ મનરેગા હેઠળ રોજગારી મેળવી રહ્યા છે અને કામગીરી કરી રહ્યા છે એટલે લોકોને કેટલી રોજગારીની જરૂર છે તેનાથી ખબર પડે છે. અને નર્મદા જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળાની આગેવાનીમાં યુદ્ધના ધોરણે કામગીરી ગામેગામ ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર નર્મદા જેવા આકાંક્ષી જિલ્લામાં ગરીબ આદિવાસી પરિવારોના 19,45,316ના માનવ દિનના લક્ષ્યાંક સામે 17,26,243 માનવ દિન તરફ આગળ નર્મદા ટીમ ધપી રહી છે. આજની તારીખમાં 1,68,885 માનવદિન હેઠળ 25 હજારથી વધુ શ્રમિકો લાભ લઇ રહ્યા છે. આમ રાજ્યમાં અરવલ્લી, દાહોદ, તાપી બાદ નર્મદા જિલ્લો આ યોજનામાં વધુ રોજગારી આપનારો જિલ્લો બન્યો છે. મનરેગા (જીરામજી ) યોજના થકી જે લોકો બહાર રોજગારી માટે જતા હતા તે અટકી ગયા અને જિલ્લાને પોતાના વતનમાં પરિવાર સાથે કામગીરી કરવા લાગ્યા છે.
આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળાએ જણાવ્યું હતું કે ગાંધીનગર સચિવ કક્ષાએથી પણ આ યોજનામાં સૌથી વધુ લોકો જોડાય અને રોજગારીનો લાભ લે એવી સૂચના છે અને અમે 100 ટકા લોકોને લાભ મળે એદિશામાં કામગીરી કરી રહ્યા છે. આટલી ગરમીમાં પણ લોકોને કામગીરી કરતા જોયા છે. અને લાખો પરિવારોને રોજગારી મળતા જે લોકો અન્ય જિલ્લામાં સ્થળાંતર કરતા હતા તે અટક્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
