News of Monday, 7th September 2026
વાવડી ગામે ચાર CNG પંપ હોવા છતાં માત્ર એક જ ચાલુ, ગ્રાહકોની લાંબી લાઈનથી હાલાકી
ટ્રાફિક જામની સાથે સાથે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લાના વાવડી ગામે CNG ના કુલ 4 પંપ આવેલા હોવા છતાં હાલ માત્ર 1 જ પંપ કાર્યરત હોવાના કારણે વાહન ચાલકો અને ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, એક જ પંપ ચાલુ હોવાથી CNG ભરાવવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. કેટલીક વાર તો આ લાઈન મુખ્ય હાઈવે સુધી પહોંચી જાય છે. જેના કારણે ટ્રાફિક જામની સાથે સાથે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.
ગ્રાહકો દ્વારા પંપ સંચાલકોને પૂછતા તેમના તરફથી "હાલ અમારી પાસે પૂરતો સ્ટાફ નથી" તેવો જવાબ આપવામાં આવી રહ્યો છે.
એક જ પંપ ચાલુ હોવાથી કલાકો સુધી રાહ જોવી પડે છે
હાઈવે સુધી લાઈન જતા અકસ્માતનો ભય હોય માટે બાકીના 3 પંપ બંધ રહેવાનું કારણ સ્ટાફ ન હોવાનું કહેવાય છે તો આ ત્રણ પંપ વહેલીતકે ચાલુ કરવા માંગ છે.
વાહન ચાલકો અને સ્થાનિકોએ માંગ કરી છે કે CNG કંપની અને જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બાકીના 3 પંપ પણ શરૂ કરાવવામાં આવે અને પૂરતો સ્ટાફ ગોઠવીને ગ્રાહકોની હાલાકી દૂર કરવામાં આવે. જોકે આ બાબતે CNG કંપનીના અધિકારીઓનો સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે.
ઓનલાઇન પેમેન્ટ નહી સ્વીકારતા હોવાની બૂમ
કેટલાક ગ્રાહકો ના જણાવ્યા મુજબ આ પંપ કોઈ કોન્ટ્રાક્ટ હેઠળ આપ્યો છે માટે કોન્ટ્રાકટર મનમાની કરે છે જ્યારે મોદી સરકાર તમામ લેવડ, દેવડ ઑનલાઇન કરવાનો આગ્રહ રાખી લોકો ને આ માટે જાગૃત કરે છે પરંતુ આ પંપ ઉપર ઓનલાઇન, કે કાર્ડ પર પેમેન્ટ સ્વીકારતા નથી ફક્ત રોકડા રૂપિયા જ માંગે છે. તો આવી મનમાની કોના ઈશારે..? કે કોની મહેરબાની થી ચાલે છે
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
