તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
સસ્તા અનાજની દુકાનના ધારકોએ રૂપિયા ભર્યા હોવા છતાં મે મહિનાનો અનાજનો પૂરતો જથ્થો હજુ સુધી પહોંચ્યો નથી
રેશન દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો :એસોસિએશને સરકાર અને સંબંધિત તંત્રને 21 જૂન સુધીમાં જથ્થો પૂરું પાડવાનું અલ્ટીમેટમ આપ્યુ

અમદાવાદ : ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. એસોસિએશને આરોપ લગાવ્યો છે કે સસ્તા અનાજની દુકાનના ધારકોએ રૂપિયા ભર્યા હોવા છતાં મે મહિનાનો અનાજનો જથ્થો હજુ સુધી પૂરતા પ્રમાણમાં આપવામાં આવ્યો નથી. જેના કારણે રેશન દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો છે. એસોસિએશને સરકાર અને સંબંધિત તંત્રને 21 જૂન સુધીમાં મે મહિનાનો જથ્થો પૂરું પાડવાનું અલ્ટીમેટમ આપ્યું છે. સાથે જ ચેતવણી આપી છે કે જો સમયસર જથ્થો નહીં આપવામાં આવે તો જૂન મહિનાના અનાજના જથ્થાનું ચલણ ભરવામાં નહીં આવે. ં
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
