તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
સાપુતારાના સર્પગંગા તળાવમાં ગાઢ ધુમ્મસ અને ઝીરો વિઝિબિલિટી હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને જોખમી રીતે બોટિંગની ફરિયાદ
તળાવમાં ક્ષમતા કરતાં વધુ બોટોની ભીડ અને તેની સામે પૂરતો સુરક્ષા સ્ટાફ ન હોવાને કારણે પ્રવાસીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા

ગુજરાતના જાણીતા હિલ સ્ટેશન સાપુતારાના સર્પગંગા તળાવમાં ગાઢ ધુમ્મસ અને ઝીરો વિઝિબિલિટી હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને જોખમી રીતે બોટિંગ કરાવવામાં આવી રહ્યું હોવાની ગંભીર બેદરકારી સામે આવી છે. તળાવમાં ક્ષમતા કરતાં વધુ બોટોની ભીડ અને તેની સામે પૂરતો સુરક્ષા સ્ટાફ ન હોવાને કારણે પ્રવાસીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે. તંત્રની આ ઘોર બેદરકારીના લીધે પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાયા છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં સંબંધિત તંત્ર વહેલી તકે જાગે અને કડક પગલાં ભરે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
