તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
રજા હોવા છતાં પાલિકાના ચીફ ઓફિસર અને કર્મીઓએ બંધ લારીઓનો સફાયો કર્યો
પાલિકાના મુખ્ય અધિકારી કડક સૂચના બાદ મામલતદાર કચેરી પાસેની કેબિનો હટાવાઈ:ડસ્ટબિન વગરની કેબિનો અને ગંદકી ફેલાવનારને દંડની કડક સૂચના:સરકારી કચેરી પાસે સ્વચ્છતા જાળવવા પાલિકા અધિકારીની કડક ટકોર

(ભરત શાહ દ્વારા )નર્મદા : રાજપીપળા નગરપાલિકા હવે લોકો માટે જાણે આશિર્વાદરૂપ જણાય છે કેમ કે વર્ષો જૂની તકલીફોનો નવા મહિલા ચીફ ઓફિસર આવ્યા બાદ અંત આવતો જોવા મળી રહ્યો છે.
છેલ્લા ઘણા દિવસોથી રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર વૈશાલીબેન વરિયા દ્વારા પાલિકાની ટીમ સાથે શહેરમાં અડચણરૂપ બાબતે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેમાં ખાસ કરીને દબાણ, રખડતા ઢોરની સાથે સાથે સરકારી કચેરીઓ નજીક બંધ પડેલી કેબિનો કે ગલ્લા હટાવવાની કામગીરી આજે રજાનો દિવસ હોવા છતાં ખુદ ચીફ ઓફિસર પાલિકા ટીમ સાથે હાજર રહ્યા અને કેબિનો તેમજ ગલ્લા હટાવવાની કામગીરી કરી, સાથે સાથે ડસ્ટબિન વગરની કેબિનો અને ગંદકી ફેલાવનારને દંડ ની કડક સૂચના અપાઇ અને સરકારી કચેરી પાસે સ્વચ્છતા જાળવવા પાલિકા ચીફ ઓફિસર એ કડક ટકોર કરતા અત્યારસુધી મનમાની કરતા કેટલાક વેપારીઓ હવે કાયદાના સકંજા માં આવશે તો દંડ ભરવો પડશે.
ચીફ ઓફિસર વૈશાલીબેન વરિયા ભલે કડક કાર્યવાહી કરી કાયદાનું પાલન કરાવે છે પરંતુ અત્યાર સુધીનો રેકોર્ડ તેમણે તોડ્યો હોય એમ કંટાળેલી પ્રજાને રાહત જરૂર મળી છે. અને પહેલા ટકોર કર્યા બાદ જ તેઓ નિયમનું પાલન કે દંડનીય કાર્યવાહી કરે છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
