<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

ગુજરાતમાં ચોમાસું સક્રિય છતાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 50 ટકાથી ઓછો વરસાદ નોંધાયો

સૌથી ઓછો વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 1.3 ઈંચ નોંધાયો જે સિઝનના સરેરાશનો માત્ર 4.19 ટકા: પોરબંદરમાં 5.3 ઈંચ સાથે 15.88 ટકા, રાજકોટમાં 10.7 ઈંચ સાથે 36.91 ટકા,

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસું સક્રિય હોવા છતાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 50 ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 1.3 ઈંચ નોંધાયો છે, જે સિઝનના સરેરાશનો માત્ર 4.19 ટકા છે. પોરબંદરમાં 5.3 ઈંચ સાથે 15.88 ટકા, રાજકોટમાં 10.7 ઈંચ સાથે 36.91 ટકા, ગીર સોમનાથમાં 17.8 ઈંચ સાથે 43.92 ટકા અને મોરબીમાં 10.5 ઈંચ સાથે 45.49 ટકા વરસાદ નોંધાયો છે. બીજી તરફ કચ્છ જિલ્લામાં પણ અત્યાર સુધી સિઝનનો માત્ર 19.05 ટકા વરસાદ નોંધાતા ખેડૂતો અને સ્થાનિક લોકોમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે.

(7:07 PM IST)