News of Tuesday, 14th July 2026
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના દર્શન કરી ધન્યતા અનુભવી
મંદિરના પૂજારીઓ અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં તેમણે ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા-અર્ચના કરી રાજ્યની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી

અમદાવાદ :ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે અમદાવાદમાં ભક્તિનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે ઐતિહાસિક જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરે પહોંચીને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મંદિરના પૂજારીઓ અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં તેમણે ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા-અર્ચના કરી રાજ્યની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ ધાર્મિક મુલાકાત દરમિયાન હર્ષભાઈ સંઘવીએ જગન્નાથ મંદિરના શિખર પર પરંપરાગત રીતે ભવ્ય ધ્વજારોહણ પણ કર્યું હતું. રથયાત્રાના પાવન અવસર પહેલાં ગૃહ વિભાગના વડા અને નાયબ મુખ્યમંત્રીની આ મુલાકાતને લઈને મંદિરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
