<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં શનિવારે યોજશે વિશેષ જનસંપર્ક કાર્યક્રમ : નાગરિકોના પ્રશ્નોનું સ્થળ પર જ કરાશે નિરાકરણ

સુરત સર્કિટ હાઉસ ખાતે બપોરે ૧૨:૩૦ વાગ્યાથી યોજાનારા કાર્યક્રમમાં રજૂઆતો સાંભળી સંબંધિત અધિકારીઓને ત્વરિત ઉકેલ માટે અપાશે જરૂરી આદેશો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર:પ્રશાસનને નાગરિકોની વધુ નજીક લાવવાના અને પ્રજાજનોની સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવાના સંકલ્પ સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શનિવારના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યાથી સુરત સર્કિટ હાઉસ ખાતે એક વિશેષ જનસંપર્ક કાર્યક્રમ યોજશે.

આ જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવતા નાગરિકો અને અરજદારોને રૂબરૂ મળીને તેમની રજૂઆતો તથા મુશ્કેલીઓ ધ્યાનપૂર્વક સાંભળશે. સામાન્ય રીતે આ જનસંપર્કમાં સ્થાનિક પ્રશાસન સંબંધિત મુદ્દાઓ, વિકાસલક્ષી કામગીરી, કાયદો અને વ્યવસ્થા તેમજ વ્યક્તિગત પ્રશ્નો અંગે નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હોય છે.

નાગરિકોને સરકારી કચેરીઓના બિનજરૂરી ધક્કા ખાવા ન પડે અને ત્વરિત ન્યાય મળી રહે તે માટે આ સ્થળ પર જ સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને આદેશો આપવામાં આવશે. સુરત શહેર અને જિલ્લાના જે કોઈ પણ નાગરિકો પોતાના પ્રશ્નો, વ્યક્તિગત રજૂઆતો કે વિકાસલક્ષી સૂચનો રજૂ કરવા માંગતા હોય, તેઓ શનિવારે બપોરે ૧૨:૩૦ વાગ્યે સુરત સર્કિટ હાઉસ ખાતે હાજર રહી શકશે.

(8:07 PM IST)