<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

ઘોઘંબા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સેવાયાત્રીઓ સાથે ભાથીજી મહારાજના મંદિરે કર્યું રંગરોગાન : ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને અર્પી ભાવાંજલિ

સેવા સંકલ્પ બાઇક રેલી દરમિયાન સ્વયં કૂંચી અને રોલર પકડી શ્રમદાન થકી ધાર્મિક સ્થળોની જાળવણી અને સ્વચ્છતાનો આપ્યો પ્રેરણાદાયી સંદેશ

ગોધરા :સેવા સંકલ્પ બાઇક રેલીના પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે પહોંચી વિવિધ સેવાકીય અને શ્રમદાનના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમણે ઘોઘંબા તાલુકાના બિરસા મુંડા સર્કલ પાસે આવેલી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાપૂર્વક ભાવાંજલિ અર્પણ કરી હતી.

ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીએ ઘોઘંબા પાસે આવેલા પ્રસિદ્ધ ભાથીજી મહારાજના મંદિર ખાતે પહોંચીને વિશેષ શ્રમદાન કર્યું હતું. તેમણે સેવાયાત્રીઓ સાથે સ્વયં હાથમાં કૂંચી અને રોલર પકડીને મંદિર પરિસરનું રંગરોગાન કરી સેવાની ઉત્તમ મિસાલ રજૂ કરી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ધાર્મિક અને પવિત્ર યાત્રાધામોની સ્વચ્છતા તેમજ જાળવણી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. સેવા યાત્રાના માધ્યમથી યુવાનો ગામેગામ આવા શ્રમદાન થકી આપણી સંસ્કૃતિ અને સ્વચ્છતાના સંરક્ષણનો પ્રેરણાદાયી સંદેશ આપી રહ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સેવાયાત્રીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

(6:01 PM IST)