તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 19th September 2026
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘોઘંબા બસ સ્ટેશન ખાતે કર્યું સ્વચ્છતા શ્રમદાન : સફાઈ કર્મીઓની નિષ્ઠાને બિરદાવી
સેવા યાત્રા બાઇક રેલી સાથે પંચમહાલ પહોંચેલા નાયબ મુખ્યમંત્રીએ સ્વયં ઝાડુ ઉપાડી સ્વચ્છતાનો આપ્યો પ્રેરણાદાયી સંદેશ

ગોધરા : સેવા સંકલ્પ અંતર્ગત યોજાયેલી વિશેષ બાઇક રેલીના પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સેવા યાત્રીઓ સાથે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા બસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા.
ઘોઘંબા બસ સ્ટેશન પરિસરમાં પહોંચીને નાયબ મુખ્યમંત્રીએ સ્વયં સફાઈ હાથ ધરી ગંદકી દૂર કરી હતી અને શ્રમદાન કરીને નાગરિકો સમક્ષ સ્વચ્છતાનો પ્રેરણાદાયી સંદેશ રજૂ કર્યો હતો.
આ પ્રસંગે તેમણે ઉપસ્થિત તમામ સ્વચ્છતા કર્મીઓ સાથે મુલાકાત કરી તેમની અવિરત અને નિષ્ઠાવાન સેવાઓની મુક્ત મને પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશ અને ગામને સ્વચ્છ તેમજ સ્વસ્થ રાખવા માટે સ્વચ્છતા કર્મીઓ જે ભગીરથ કાર્ય કરી રહ્યા છે તે અત્યંત વંદનીય છે.
નાયબ મુખ્યમંત્રીએ સ્વચ્છતા કર્મીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવી સમગ્ર દેશવાસીઓ વતી તેમનો ઋણસ્વીકાર કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સેવા યાત્રીઓ હાજર રહ્યા હતા.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
