<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતી કાલથી છોટાઉદેપુર જિલ્લાના ૩ દિવસીય પ્રવાસે

કવાંટ અને જેતપુર પાવી તાલુકાના આદિવાસી વિસ્તારોમાં જનસંવાદ, જનસુનાવણી, 'ખાટલા બેઠક' અને વિકાસકાર્યોની સમીક્ષા કરશે

ગાંધીનગર :રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતી કાલે તારીખ ૨૭ થી ૨૯ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન આદિવાસી બહુલ છોટાઉદેપુર જિલ્લાના ત્રણ દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે જઈ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ જિલ્લાના કવાંટ અને જેતપુર પાવી તાલુકાના વિવિધ આદિવાસી વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક નાગરિકો સાથે સીધો જનસંવાદ, જનસુનાવણી, સંગઠનાત્મક બેઠકો અને વહીવટી વિકાસકાર્યોની ઊંડાણપૂર્વક સમીક્ષા કરશે.
પ્રવાસનો દિવસવાર મુખ્ય કાર્યક્રમો
પ્રથમ દિવસ: ૨૭ નવેમ્બર, ૨૦૨૬ (કવાંટ)
પુષ્પાંજલિ અર્પણ: નાયબ મુખ્યમંત્રી વડોદરાથી સીધા કવાંટ પહોંચીને ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકર અને આદિવાસી ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરશે.
સંગઠન બેઠક: કવાંટ સર્કિટ હાઉસ ખાતે વિધાનસભા પ્રભારી, મંડળ પ્રભારી, બૂથ પ્રમુખો, મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ અને ભાજપના હોદ્દેદારો સાથે સંગઠનાત્મક બેઠક યોજશે.
ખાટલા બેઠક અને ભજન-ભોજન: સાંજે સ્થાનિક આદિવાસી સમાજના નાગરિકો સાથે 'ખાટલા બેઠક' યોજી તેમના પ્રશ્નો સાંભળશે અને ભજન-ભોજનના કાર્યક્રમમાં સહભાગી થઈ આત્મીય સંવાદ સાધશે.
બીજો દિવસ: ૨૮ નવેમ્બર, ૨૦૨૬ (હાફેશ્વર અને કવાંટ)
 ધાર્મિક દર્શન અને પ્રવાસન સ્થળોનું નિરીક્ષણ: નાયબ મુખ્યમંત્રી હાફેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરશે. ત્યારબાદ હાફેશ્વર ખાતેના જેટી પ્રોજેક્ટ, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના રિસેપ્શન કાઉન્ટર અને રેવા ઈકો ટુરિઝમ સાઈટની પ્રત્યક્ષ મુલાકાત લઈ પ્રવાસન વિકાસની તકોની સમીક્ષા કરશે.
યુવા સંવાદ અને વહીવટી સમીક્ષા: સરકારી અને ખાનગી ક્ષેત્રે કાર્યરત આદિવાસી યુવાનો સાથે 'યુવા સંવાદ' કરશે. ત્યારબાદ GMDC કડીપાણી ખાતે વિધાનસભા વિસ્તારની વહીવટી સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે.
શાળાના બાળકો સાથે ભોજન: બપોરે મોટી શીખલી પ્રાથમિક શાળામાં આદિવાસી બાળકો સાથે બેસીને ભોજન લેશે.
જનસુનાવણી અને ફરિયાદ નિવારણ કેમ્પ: કવાંટ સર્કિટ હાઉસના મેદાનમાં આયોજિત જનસુનાવણી કાર્યક્રમમાં વેપારી મંડળ, આદિવાસી યુવાનો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી તેમની રજૂઆતો સાંભળશે.
ત્રીજો દિવસ: ૨૯ નવેમ્બર, ૨૦૨૬ (પાનવડ, પાણીબાર અને જેતપુર પાવી)
મહિલાઓ સાથે 'મન કી બાત': પ્રવાસના અંતિમ દિવસે પાનવડ, પાણીબાર અને જેતપુર પાવી તાલુકાની મુલાકાત લેશે. પાણીબારના રામ ટેકરી ખાતે વિસ્તારની પ્રગતિશીલ મહિલાઓ સાથે 'મન કી બાત' કાર્યક્રમમાં જોડાશે.
 યુવા સંવાદ અને પત્રકાર મિલન: કલારાણીની એકલવ્ય કોલેજ ખાતે યુવા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ પત્રકારો સાથે ભોજન લેશે.
સંતો-મહંતો સાથે મુલાકાત: પ્રવાસના સમાપન પૂર્વે મુલધર કબીર મંદિરે દર્શન કરી સંતો-મહંતો અને ધાર્મિક આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી આશીર્વાદ મેળવ

(7:16 PM IST)