<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હમીરપુરા ગામે ખાટલા બેઠક યોજી: પરિવારજનો સાથે પરંપરાગત આદિવાસી ભોજન લીધું

સાદગીપૂર્ણ ભોજન લીધા બાદ હર્ષ સંઘવીએ સ્થાનિક લોકો સાથે મળીને પરંપરાગત આદિવાસી નૃત્ય અને સંગીતની પણ મજા માણી

છોટાઉદેપુર જિલ્લાના હમીરપુરા ગામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થાનિક આગેવાન નારણ રાઠવાના નિવાસસ્થાને ખાટલા બેઠક યોજીને પરિવારજનો સાથે ભોજન લીધું હતું, જેનાથી સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. ઘરના મોભી નારણ રાઠવા અને તેમના પત્નીએ નાયબ મુખ્યમંત્રીના આગમન બદલ હર્ષ વ્યક્ત કરી તેમને અત્યંત પ્રેમપૂર્વક પરંપરાગત આદિવાસી ભોજન પીરસ્યું હતું, જેમાં અડદના ઢેબરા, ભીંડીની ભાજી, મકાઈના રોટલા, દેશી લાલ ચોખાનો ભાત અને લાલ મરચાની ચટણી જેવી સ્થાનિક વાનગીઓનો સમાવેશ થતો હતો. સાદગીપૂર્ણ ભોજન લીધા બાદ હર્ષ સંઘવીએ સ્થાનિક લોકો સાથે મળીને પરંપરાગત આદિવાસી નૃત્ય અને સંગીતની પણ મજા માણી હતી.

(1:17 AM IST)