તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Friday, 8th May 2026
વડાપ્રધાન મોદીની જામનગર મુલાકાત પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું જામનગરમાં આગમન
જામનગર એરપોર્ટ ખાતે સાંસદ, ધારાસભ્યઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ નાયબ મુખ્યમંત્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું

જામનગર :ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગામી જામનગર મુલાકાતને લઈને તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. મંત્રીના આગમન વેળાએ જામનગરના વિવિધ પદાધિકારીઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનની જામનગર મુલાકાત સંદર્ભે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને આયોજનના નિરીક્ષણ અર્થે નાયબ મુખ્યમંત્રી જામનગર પધાર્યા છે. એરપોર્ટ ખાતે તેમના સ્વાગત પ્રસંગે જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મીરાણી તેમજ પૂર્વ મેયર શ્રીમતી બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ વહીવટી અને પોલીસ તંત્ર તરફથી રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ મંત્રીને આવકાર્યા હતા.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
