<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ પૂર્વે વ્યવસ્થા નિહાળવા જામનગર આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ટ્રેનમાં સોમનાથ જવા રવાના

જામનગર રેલ્વે સ્ટેશનથી 10252 નંબરની ટ્રેનમાં ગાંધીનગર જવા નીકળ્યા; સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના અગ્રણીઓએ આપી વિદાય

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૯ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ પૂર્વે વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા જામનગર આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે રાત્રે ગાંધીનગર જવા રવાના થયા હતા. તેઓ જામનગર રેલ્વે સ્ટેશન ખાતેથી 10252 નંબરની ઓખા-સોમનાથ ટ્રેનમાં સોમનાથ તરફ રવાના થયા હતા.

 

જામનગર રેલ્વે સ્ટેશન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી ઉપરાંત પ્રદેશ ભાજપ મંત્રી પ્રશાંત કોરાટે અભિવાદન સાથે વિદાય આપી હતી.

 

ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી કાર્યક્રમને અનુલક્ષીને જામનગરની મુલાકાતે આવ્યા હતા અને તમામ વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.(તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(11:10 AM IST)