News of Wednesday, 29th July 2026
અમદાવાદમા વિદ્યાર્થીઓ માટે DEOનો કડક આદેશ - ડ્રાઇવિંગ લાઇસન્સ વગર સ્કૂલમાં એન્ટ્રી નહીં, 18 વર્ષથી નાના વિદ્યાર્થીઓ વાહન નહીં લાવી શકે
ટ્રાફિક અકસ્માતો અટકાવવા અમદાવાદ DEOની સૂચના, લાઇસન્સ વગરના વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી, વાલીઓને પણ પત્ર લખીને જવાબદારી સોંપાઈ

અમદાવાદ તા.૨૯ : વિદ્યાર્થીઓ દ્વારા બાઇક-સ્કૂટર ચલાવવા દરમિયાન થતા અકસ્માતોને રોકવા માટે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી DEO એ કડક નિર્ણય લીધો છે. હવે ડ્રાઇવિંગ લાઇસન્સ વગર કોઈપણ વિદ્યાર્થીને સ્કૂલમાં વાહન સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં. સ્કૂલના ગેટ પર DEO દ્વારા સૂચના બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટ લખ્યું છે કે 18 વર્ષથી નાના વિદ્યાર્થીઓએ વાહન લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ. લાઇસન્સ વગરના વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. વાલીઓએ પત્ર લખીને ખાતરી આપવાની રહેશે કે તેમનું બાળક લાઇસન્સ વગર વાહન નહીં ચલાવે.
તાજેતરમાં શહેરમાં સગીર વયના વિદ્યાર્થીઓ દ્વારા વાહન ચલાવવાના કારણે અનેક અકસ્માતો બન્યા હતા. જેને પગલે વાલીઓ અને શાળાઓની જવાબદારી નક્કી કરવા DEO એ આ કડક વલણ અપનાવ્યું છે.
તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ ગેટ પર ચેકિંગ કરે અને લાઇસન્સ વગર આવતા વિદ્યાર્થીઓને વાહન પાર્ક કરવા દેવામાં ન આવે. વાલીઓને પણ આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવી છે
DEOનો ઉદ્દેશ વિદ્યાર્થીઓના જીવ બચાવવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનો છે. હવે વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ નિયમનું કડકાઈથી પાલન કરવું પડશે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
