તા. ૧૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૦ શુક્રવાર
News of Friday, 25th September 2026
સૌરાષ્ટ્ર અને સુરતનાં કારખાનાંઓમાં મજૂરી વધારવા સર્વે કરવાની માંગ ઉઠી
હીરાઉદ્યોગમાં તેજીના એંધાણ વચ્ચે યુનિયનની GJEPCને રજૂઆત

સુરત તા.૨૫: દેશ અને દુનિયાને હીરાની અનોખી ચમક આપનારા સુરત સહિત સમગ્ર ગુજરાતના લાખો રત્નકલાકારો હાલ કારમી મોથવારી સામે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. લાંબી વૈશ્વિક મંદી દરમિયાન કારખાનેદારો દ્વારા કાપી નખાયેલા મજૂરીના દરો હવે બજારમાં સુધારો આવ્યા છતાં પૂર્વવત કરવામાં આવ્યા નથી. હાલ રિયલ અને લેબગ્રોન હીરાની નવી માગ ખૂલતાં જ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) સમક્ષ કારીગરોની મજૂરીમાં તાત્કાલિક વધારો આરએલન પાડવેલા તૈયાર થતો માલ વૈશ્વિક સ્તરે કરોડો ડોલરનું હૂંડિયામણ રળી આપે છે, છતાં તેનો પાયો ગણાતા કારીગરોને શ્રમ કાયદા હેઠળ મળવાપાત્ર એકપણ લાભ આપવામાં આવતો નથી. ખાસ કરીને ગામીણ વિસ્તારોમાં ચાલતા હીરાના કારખાનાઓમાં કારીગરોનું વ્યાપક શોષણ ચાલી રહ્યું છે અને સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલા લઘુતમ વેતન કરતાં પણ ઓછી મજૂરી ચૂકવવામાં આવી રહી છે.
બે વર્ષમાં ૧૦૦થી વધારે રત્નકલાકારોની આત્મહત્યા
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ આર.ડી. ઝિલરિયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, આર્થિક ભીંસ અને કમરતોડ મોંઘવારીના કારણે છેલ્લા બે વર્ષમાં આશરે ૧૦૦ જેટલા રત્નકલાકારોએ આત્મહત્યા કરી જીવન ટુંકાવી દીધું છે. માત્ર એક્સપોર્ટ વધારવું જ પુરતું નથી, પરંતુ ઉદ્યોગપતિઓ કારીગરોને યોગ્ય પીસ રેટ (પ્રતિ નંગનો ભાવ) આપે તે જોવાની નૈતિક જવાબદારી પણ કાઉન્સિલની બને છે. કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલય અને GIEPC બંને સંયુક્ત રીતે આગળ આવી સમગ્ર ગુજરાતમાં કારીગરોની વાસ્તવિક સ્થિતિ અને મજુરીના દરો અંગે એક વિશેષ સર્વે હાય ધરીને ન્યાયિક ભાવવધારો અપાવે તેવી પત્રમાં સ્પષ્ટ માંગ કરાઈ છે.
સૌરાષ્ટ્રના કેન્દ્રોમાં ન્યુનતમ વેતન કરતાં પણ ઓછા દરો ન્યૂનત
ભાવ વધારા મુદ્દે તાજેતરમાં જ મહવા, તળાજા અને પાલીતાણાના કારીગરો હડતાળ પર ઉતયાં હતા, જેમાં સમાધાન બાદ પણ પ્રશ્ન વણઉકેલાયેલો છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ અને જૂનાગઢ જેવા કેન્દ્રોમાં કામદારોને કાયદેસરના ન્યુનતમ વેતન કરતાં પણ ઓછા દરો ચુકવાય છે. કારીગરોને આર્થિક પાયમાલીમાંથી ઉગારી આત્મહત્યાના કિસ્સાઓ અટકાવવા માટે સમયસર પગલાં લેવા વહીવટી તંત્રને ચીમકી આપી છે
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
