<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

રાજપીપલા નગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6 નું મતદાન કેન્દ્ર બદલાવવા માંગ

આ કેન્દ્ર તાત્કાલિક બદલી નાખી સરકારી બિલ્ડીંગમાં જ રાખવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યાં છે.

(ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપલા નગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6 માં મતદાન કેન્દ્ર માટે રાજપૂત સમાજની વાડીની જગ્યા ચૂંટણી પંચ દ્વારા પસંદ કરવામાં આવી છે જેનો વિરોધ સ્થાનિક લોકો તથા ઉમેદવારો તથા આપ નર્મદા જીલ્લા પ્રમુખ નિરંજન વસાવા દ્ધારા કરવામાં આવ્યો છે, આ બુથ કેપ્ચર થવાની સંભાવના છે તથા સુરક્ષા અને સલામતીના ભાગ રૂપે આ સ્થળ કોઈ પણ રીતે યોગ્ય નથી તેવું માનવું છે, 1967 જેટલાં મતદારો છે જે ડરના ઓથા હેઠળ છે, માટે નિષ્પક્ષ મતદાન થાય તે માટે આ કેન્દ્ર યોગ્ય નથી, જેને તાત્કાલિક બદલી નાખી સરકારી બિલ્ડીંગમાં જ રાખવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યાં છે.

રાજપીપલામાં વોર્ડ નંબર 6 માં લાગ્યા અનોખા બેનર ભાજપ સિવાય કોઈએ પ્રવેશવું નહિ .આમતો લોકો વિકાસ ન થાય ત્યાં બેનરો મારે કે નેતાઓ એ પ્રવેશવુ નહિ પણ આ નવું આવ્યું કે ભાજપ સિવાય કોઈએ પ્રવેશવું નહિ.

(10:15 PM IST)