News of Wednesday, 25th November 2026
મહેસાણામાં વિદ્યાસહાયક ભરતીમાં અનામત રાખવામાં આવેલી 774 જગ્યાઓ ભરવાની માગ ઉઠી
SPGના અધ્યક્ષ લાલજી પટેલની મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખીને રજૂઆત:11 હજાર વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયામાં 774 જગ્યાઓ અનામત રખાતા લાયક ઉમેદવારોને અન્યાય

મહેસાણામાં વિદ્યાસહાયક ભરતીમાં અનામત રાખવામાં આવેલી 774 જગ્યાઓ ભરવાની માગ ઉઠી છે. SPGના અધ્યક્ષ લાલજી પટેલે આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. 11 હજાર વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયામાં 774 જગ્યાઓ અનામત રાખવામાં આવતા લાયક ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. કોર્ટ મેટરના કારણે આ જગ્યાઓ ખાલી રાખવામાં આવતા લાયક ઉમેદવારોને નુકસાન થઈ રહ્યું છે. આથી અનામતની 774 જગ્યાઓ વહેલી તકે ભરવામાં આવે અને ઉમેદવારોને ન્યાય મળે તેવી માગ લાલજી પટેલે કરી છે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
