<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

ભારે વરસાદને પગલે દિલ્હી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ

ફ્લાઈટમાં કુલ 18 મુસાફરો હતા સવાર: પરિસ્થિતિ સામાન્ય થયા બાદ ફ્લાઈટ સુરત આવવાની શક્યતા

અમદાવાદ : ભારે વરસાદને પગલે દિલ્હી થી સુરત આવેલ ફ્લાઈટને અમદાવાદ ખાતે ડાયવર્ટ કરવામાં આવી છે. સુરતમાં ગતરાતે અચાનક ભારે વરસાદથી ખરાબ હવામાન સર્જાયું હતું. ખરાબ હવામાનના કારણે સુરત એરપોર્ટ પર લેન્ડિંગ શક્ય ન બન્યું. દિલ્હીથી આવતી ઈન્ડિગોની ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી. ફ્લાઈટમાં કુલ 18 મુસાફરો  સવાર હતા  પરિસ્થિતિ સામાન્ય થયા બાદ ફ્લાઈટ સુરત આવવાની શક્યતા છે 

(5:30 PM IST)