તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
ચોમાસાનું આગમન મોડું ખેડૂતોમાં ચિંતાનું મોજું હજુ સપ્તાહની રાહ જોવી પડશે
હવામાં ભેજનું પ્રમાણ વધ્યું, ગરમી યથાવત્: લોકો દિવસભર પરસેવે રેબઝેબ થયા

અમદાવાદ તા.૧૭: પશ્ચિમી પવનો નમળા પડવાને કારણે અને પવનની પેટર્નમાં ફેરફાર થવાથી ચોમાસાની ગતિ ધીમી પડી છે. નૈઋત્યનું ચોમાસું હાલ તેલંગાણા અને મહારાષ્ટ્રના દક્ષિણ કોંક્શ (હરનાઈ) વિસ્તાર આસપાસ સ્થિર થયેલું છે. જોકે, જેટ સ્ટ્રીમ નબળી પડતા આગામી ૪થી ૫ દિવસમાં ૧૯૭૯ ચોમાસાના પવનો ફરી વેગ પકડશે અને મહારાષ્ટ્ર સંપૂર્ણ કવર થયા બાદ તે ગુજરાતમાં પ્રવેશી જશે. ચોમાસાનું આગમન મોટું થતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. બીજી તરફ પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે હવામાં: ભેજનું પ્રમાણ વધ્યું છે સાથે સાથે ગરમી પથાવત રહેવાને પૂ કારણે લોકો દિવસભર પરસેવે રેબઝેબ બન્યા હતા, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ વરસાદ માટે અઠવાડિયાની રાહ જોવી પડશે પડશે. જ્યારે આગામી ૨૪ કલાક દરમિયાન અમદાવાદનું તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. નોંધનીય છે કે, છેલ્લા પાંચ વર્ષનું આ બીજુ મોટું ચોમાસું આ વર્ષે થશે.
આજે પણ રાજ્યના વિવિધ શહેરના તાપમાન ૩૯ ડિગ્રીની આસપાસ નોંધાયા હતા. સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહ્યું હતું. જેના કારણે દિવસભર અસહ્ય બફારો વર્તાયો હતો. અમદાવાદનું તાપમાન ૪૦,૬ ડિગ્રી પર સ્થિર રહ્યું હતું અને બપોરે ગરમ પવન ફૂંકાતા કાળઝાળ ગરમીનો અહેસાસ થયો હતો. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની વિપિવત શરૂઆત થવાની પ્રબળ શક્યતા ૨૧ થી ૨૫ જૂન દરમિયાન જો કે, દક્ષિણ ગુજરાતમાં ૨૩ જૂનની આસપાસ ચોમાસું દસ્તક દઈશકેછે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં જૂન પછી ચોમાસું આગળ વધશે અને ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ શકે છે. ૨૫
ચોમાસું મોડુ હોવા છતાં, રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ૧૬થી ૨૦ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ (સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી) અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો (અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ) માં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ
સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હાલ હવામાન મુખ્યત્વે સૂકું રહેશે અને અમદાવાદ સહિતના શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવા છતાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી આસપાસ જળવાઈ રહેશે. ઉપરાંત ચોમાસાના પવનો સક્રિય થવાના કારણે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે. દક્ષિણ-પヘમિ દિશાના પવનો તેજ ગતિએ (૨૦થી ૩૦ નોટ્સની ઝડપે) ફૂંકાઈ શકે છે. આથી દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છના દરિયાકાંઠે ૨.૬ મીટર સુધીના ઊંચા મોજાં ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે અને દરિયો તોફાની રહેવાની શક્યતા છે.
વર્ષ તારીખ વિગત
૨૦૨૫ ૧૪ જૂન ચોમાસું સમયસર બેસી ગયું હતું અને દક્ષિણ ગુજરાતના વલસાડ થઈને આગળ વધ્યું હતું.
૨૦૨૪ ૧૧ જૂન નવસારી અને વલસાડના રસ્તે ચોમાસાએ નિયત સમય કરતાં થોડું વહેલું આગમન કર્યું હતું.
૨૦૨૩ ૨૫ જૂન બિપર જોય વાવાઝોડાને કારણે ભેજ ખેંચાઈ જતા ચોમાસું આશરે ૧૦ દિવસ મોડું પડયું હતું.
૨૦૨૨ ૧૩ જૂન દક્ષિણ ગુજરાતમાં સમયસર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી.
૨૦૨૧ તાઉતે વાવાઝોડાની અસર અને સાનુકૂળ સિસ્ટમને કારણે ચોમાસું ઘણું વહેલું બેસી ગયું હતું.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
