તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
અરવલ્લી જિલ્લામાં પક્ષપલ્ટા મામલો ગરમાયો :મેઘરજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે પક્ષાંતર ધારાહેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ
કોંગ્રેસ પક્ષના આ બંને સભ્યોએ પક્ષમાં હોવા છતાં ભાજપની તરફેણમાં આંગળી ઊંચી કરીને મતદાન કરતા તેમને ગેરલાયક ઠેરવવા માટે પક્ષ દ્વારા સત્તાવાર અરજી કરવામાં આવી

અરવલ્લી જિલ્લાના મેઘરજ રાજકારણમાં પક્ષપલટાનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. મેઘરજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે પક્ષાંતર ધારાહેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષના આ બંને સભ્યોએ પક્ષમાં હોવા છતાં ભાજપની તરફેણમાં આંગળી ઊંચી કરીને મતદાન કર્યું હતું, જેને પગલે તેમને ગેરલાયક ઠેરવવા માટે પક્ષ દ્વારા સત્તાવાર અરજી કરવામાં આવી હતી.
આ મામલે પ્રમુખ ભરતભાઈ ખાંટઅને ઉપપ્રમુખ અરવિંદભાઈ ખરાડીને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. આગામી 22 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે નામોદિષ્ટ સમક્ષ આ કેસની સુનાવણી હાથ ધરાશે. જો આ સુનાવણીમાં તેઓ હાજર નહીં રહે, તો તેમની સામે એકતરફી કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ સુનાવણીના અંતિમ નિર્ણય પર હાલ સમગ્ર અરવલ્લી જિલ્લાની નજર મંડાયેલી છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
