તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
દેડિયાપાડા પો.સ્ટે.ના પી.આઈ. યોગેશ શિરસાઠને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ₹3.43 લાખનો ચેક આપી સન્માનિત કરાયા
પી.આઈ. યોગેશ શિરસાઠને મળેલું આ સન્માન દેડિયાપાડા પોલીસ સ્ટેશન સહિત સમગ્ર નર્મદા જિલ્લા પોલીસ માટે ગૌરવની બાબત

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લના દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર (પી.આઈ.) યોગેશ શિરસાઠનેતેમની ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય પોલીસ કામગીરી બદલ ગુજરાત સરકાર દ્વારા વિશેષ સન્માન આપવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ વર્ષ 2023 દરમિયાન પી.આઈ. યોગેશ શિરસાઠ તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા. તે દરમિયાન તેમણે પોતાની ટીમ સાથે સફળ ઓપરેશન હાથ ધરી 573 કિલોગ્રામથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડી રાજ્યમાં નશાના ગેરકાયદે વેપાર સામે નોંધપાત્ર કાર્યવાહી કરી હતી.
આ કેસના મુદ્દામાલના નાશ માટે 20 જુલાઈ, 2026ના રોજ ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત બીએલ કંપની ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન પી.આઈ. યોગેશ શિરસાઠની બહાદુરી, સતર્કતા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટેની ઉત્તમ કામગીરીને બિરદાવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ₹3,43,000નો પ્રોત્સાહક ચેક અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
પી.આઈ. યોગેશ શિરસાઠને મળેલું આ સન્માન દેડિયાપાડા પોલીસ સ્ટેશન સહિત સમગ્ર નર્મદા જિલ્લા પોલીસ માટે ગૌરવની બાબત બની છે. તેમની આ સિદ્ધિ અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ છે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
