તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
અમદાવાદના સિંધુ ભવન રોડ પરના પાર્કિંગ મુદ્દે મનપા દ્વારા લેવાયેલો નિર્ણય હજુ પણ અધ્ધરતાલ
પાર્કિંગ પ્લોટ 'મણીધરી ઇન્ફ્રા'ને સોંપવામાં આવ્યો હતો, પરંતુ ટેન્ડરની શરતો મુજબની કામગીરી ન થતા સમગ્ર મામલો વિવાદમાં ફસાયો

અમદાવાદના સિંધુ ભવન રોડ પરના પાર્કિંગ મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલો નિર્ણય હજુ પણ અધ્ધરતાલ છે. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પાર્કિંગના વેચાણ અંગેની દરખાસ્ત ફરી એકવાર રજૂ કરવામાં આવી હતી, પરંતુ સંબંધિત અધિકારીઓ દ્વારા આ અંગેની જરૂરી વિગતો અને સ્પષ્ટતા સંતોષકારક રીતે પૂરી પાડવામાં ન આવતા આ દરખાસ્ત પાછી મોકલી દેવામાં આવી છે. ખાસ કરીને પાર્કિંગના FSIના ઉપયોગ અંગે કમિટી દ્વારા સ્પષ્ટતા માંગવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ પાર્કિંગ પ્લોટ 'મણીધરી ઇન્ફ્રા'ને સોંપવામાં આવ્યો હતો, પરંતુ ટેન્ડરની શરતો મુજબની કામગીરી ન થતા સમગ્ર મામલો વિવાદમાં ફસાયો છે અને હવે દરખાસ્ત અટવાઈ પડતા સ્થાનિક સ્તરે પાર્કિંગ વ્યવસ્થા અંગેના નિર્ણયોમાં પણ વિલંબ થઈ રહ્યો છે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
