તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
તાપીના સોનગઢના અગાસવાણ ગામના સેમ્યુઅલ ગામીતનું મોત અકસ્માત નહીં પરંતુ પૂર્વયોજિત હત્યા હોવાનો ખુલાસો
પત્નીએ પ્રેમી સાથે મળી પતિને ક્વોરીમાં ધકેલ્યો:આડા સંબંધોમાં પતિ અડચણરૂપ બનતો હોવાથી પત્નીએ પ્રેમી અને અન્ય મિત્રો સાથે મળીને સેમ્યુઅલને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું

સોનગઢના અગાસવાણ ગામના 28 વર્ષીય સેમ્યુઅલ ગામીતનું મોત અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. વાઘપાણી ગામે આવેલી જંગલખાતાની જમીનમાં જૂની સ્ટોન ક્વોરીમાં ડૂબી જવાથી સેમ્યુઅલનું મોત થયું હતું, જેને શરૂઆતમાં અકસ્માત ગણવામાં આવતો હતો. જોકે, કાકરાપાર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને કડક પૂછપરછના આધારે આ સમગ્ર મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ કર્યો છે.
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, મૃતક સેમ્યુઅલની પત્ની પ્રતિભાને સોનગઢના આમલી ગામના નલિન નીલેશ ગામીત નામના યુવક સાથે અનૈતિક પ્રેમસંબંધ હતો. આ આડા સંબંધોમાં પતિ અડચણરૂપ બનતો હોવાથી પત્નીએ પ્રેમી અને અન્ય મિત્રો સાથે મળીને સેમ્યુઅલને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું.
તારીખ ૬-૦૨-૨૦૨૬ ના રોજ આરોપીઓએ યોજનાબદ્ધ રીતે સેમ્યુઅલને વાઘપાણી ગામની ક્વોરી પાસે બોલાવ્યો હતો. આ ગુનામાં પત્ની પ્રતિભા, પ્રેમી નલિન, સેમ્યુઅલનો જ મિત્ર પ્રિન્સ શૈલેષ ગામીત અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સામેલ હતા. તેઓએ સેમ્યુઅલને ક્વોરીના ઉંડા પાણીમાં ધકેલી દીધો હતો, જેથી તેનું ડૂબી જવાથી અને શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યું હતું.
શરૂઆતમાં આ કેસ અકસ્માત મોત તરીકે નોંધાયો હતો, પરંતુ મૃતકની પત્ની અને પ્રેમીના કોલ રેકોર્ડિંગ તેમજ લોકેશનના આધારે પોલીસને શંકા ગઈ હતી. સાક્ષીઓના નિવેદન અને પુરાવાઓ એકઠા કરી પોલીસે કડક પૂછપરછ કરતા પત્નીએ જ ગુનો કબૂલ્યો હતો. કાકરાપાર પોલીસે મૃતક સેમ્યુઅલના પિતા બાબુભાઈની ફરિયાદના આધારે તમામ આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
