<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

અમદાવાદના વસ્ત્રાલ તળાવ ગાર્ડનમાં અસંખ્ય માછલીઓના મોતથી ચકચાર: છ ઓક્સીઝન મશીન બંધ હોવાનો આક્ષેપ

મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ તળાવ ખાતે આવીને સેમ્પલ લીધા: માછલીઓને પૂરતો ઓક્સિજન ન મળતા મોટી સંખ્યામાં મોત થયાનો દાવો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ તળાવ ગાર્ડનમાં અસંખ્ય માછલીઓના મોતથી ચકચાર મચી જવા પામી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ તળાવ ખાતે આવીને સેમ્પલ લીધા. ઓક્સિજનની અછતના કારણે માછલીઓના મોત થયાની આશંકા સેવાઈ રહી છે. તળાવમાં લગાવાયેલા 6 ઓક્સિજન મશીનો બંધ હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. માછલીઓને પૂરતો ઓક્સિજન ન મળતા મોટી સંખ્યામાં મોત થયાનો દાવો કરાયો છે

  . ઘટનાથી સ્થાનિકોમાં AMC સામે ભારે રોષ વ્યાપ્યો છે. ઓક્સિજન મશીનોની જાળવણી અને કોન્ટ્રાક્ટ વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલ. ઘટનાની ગંભીરતા જોતા AMCની હેલ્થ ટીમ, ગાર્ડન વિભાગ અને સંબંધિત અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા. માછલીઓના મોતનું ચોક્કસ કારણ જાણવા પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા છે. 

 AMC દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ, જવાબદારો સામે કાર્યવાહી અંગે ચર્ચા કરાશે. તપાસ રિપોર્ટ બાદ જ અસંખ્ય માછલીઓના થયેલા ટપોટપ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે

(6:36 PM IST)